Dahod: ઓમિક્રોનનો ભય ! દુબઇથી આવેલા 3 લોકો કોરોના પોઝિટિવ આવતા નગરપાલિકા એક્શનમાં

દાહોદ નગરપાલીકા પ્રમુખ સહીત કાઉન્સિલર્સ નગરમાં ફરીને માસ્ક ફરજીયાત પહેરવા લોકોને અપીલ કરી રહ્યા છે. તેમજ જેમનું વેક્સિનેશન બાકી હોય તેમને વેક્સીન લેવા પણ અપીલ કરી રહ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 07, 2021 | 4:34 PM

કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોને (Variant Omicron) ભારતમાં પણ પગ પેસારો કરી દીધો છે. ગુજરાતના જામનગરમાં (jamnagar) પહેલેથી જ ઓમિક્રોનનો એક કેસ નોંધાયો છે, ત્યાં હવે દુબઇ(Dubai)થી દાહોદમાં આવેલા ત્રણ વ્યક્તિના કોરોના ટેસ્ટ પોઝિટિવ (Corona positive) આવતા ભયનો માહોલ ફેલાયો છે. વિદેશથી આવેલા નવા ત્રણ કોરોના કેસ નોંધાતા તંત્રની ચિંતામાં વધારો થયો છે. વહીંવટીતંત્ર તાત્કાલિક દોડતુ થયુ છે. નગરપાલિકા કોરોના ગાઇડલાઇન (Corona’s guideline) નું પાલન કરાવવા માટે એક્શનમાં આવી ગઇ છે.

દુબઇથી આવેલા ત્રણ લોકો પોઝિટિવ

દાહોદમાં દુબઇથી આવેલા ત્રણ લોકોના કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. ઓમિક્રોન વેરિયન્ટની દહેશત વચ્ચે ગુજરાતમાં વિદેશથી આવેલા આ ત્રણ વ્યક્તિના કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતા સમગ્ર દાહોદ જિલ્લામાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આ ત્રણેય કોરોના પોઝિટિવ લોકોના સંપર્કમાં આઠ લોકો આવ્યા હોવાની માહિતી મળી છે. આ ત્રણેય કોરોના સંક્રમિત અને તેમના સંપર્કમાં આવેલા આઠેય લોકોના રિપોર્ટને જીનોમ ટેસ્ટિંગ માટે લેબમાં મોકલવામાં આવ્યા છે.

નગરપાલિકા એક્શનમાં

દાહોદમાં દુબઈથી આવેલ 3 લોકો કોરાના સંક્રમીત થતા નગરપાલીકા એકશનમાં આવી ગઇ છે. દાહોદ નગરપાલીકા પ્રમુખ સહીત કાઉન્સિલર્સ નગરમાં ફરી માસ્ક ફરજીયાત પહેરવા લોકોને અપીલ કરી રહ્યા છે. તેમજ જેમનું વેક્સિનેશન બાકી હોય તેમને વેક્સીન લેવા પણ અપીલ કરી રહ્યા છે.

મહત્વનું છે કે દાહોદ જીલ્લો મધ્યપ્રદેશ અને રાજસ્થાન બોડઁર પાસેનો જિલ્લો હોવાના પગલે સાવચેતી રાખવી જરૂરી છે. કારણકે દેશના અન્ય કેટલાક રાજ્યોમાં પણ ઓમિક્રોનના કેસ નોંધાયેલા છે.

આ પણ વાંચો – Vicky Kaushal Net Worth : વિકી કૌશલ એક ફિલ્મ માટે લે છે આટલા કરોડ, જાણો કેટલી છે એક્ટરની સંપત્તિ

આ પણ વાંચો –PM Narendra Modi in Gorakhpur: સપા પર પીએમ મોદીનો પ્રહાર, કહ્યું- ‘લાલ ટોપી વાળાઓને લાલ બત્તીથી મતલબ, આ લોકો યુપી માટે રેડ એલર્ટ છે’

Follow Us:
નરસિંહ મહેતા યુનિ.ના નર્સિંગના વિદ્યાર્થીઓને નાપાસ કરાતા હોવાનો આરોપ
નરસિંહ મહેતા યુનિ.ના નર્સિંગના વિદ્યાર્થીઓને નાપાસ કરાતા હોવાનો આરોપ
PM મોદીનું સ્વાગત કરવા આવેલી મહિલાઓનું અનોખું સમ્માન, જુઓ વીડિયો
PM મોદીનું સ્વાગત કરવા આવેલી મહિલાઓનું અનોખું સમ્માન, જુઓ વીડિયો
ગુજરાત યુનિવર્સિટી ઘર્ષણ મામલે VCનું નિવેદન, માત્ર નમાઝ કારણ નહીં
ગુજરાત યુનિવર્સિટી ઘર્ષણ મામલે VCનું નિવેદન, માત્ર નમાઝ કારણ નહીં
સી. આર. પાટીલ સાથે બેઠક બાદ કેતન ઇનામદારે રાજીનામું પાછું ખેચ્યું
સી. આર. પાટીલ સાથે બેઠક બાદ કેતન ઇનામદારે રાજીનામું પાછું ખેચ્યું
દારૂના નશામાં ધૂત ટ્રાફિક બ્રિગેડના જવાને સર્જયો અકસ્માત
દારૂના નશામાં ધૂત ટ્રાફિક બ્રિગેડના જવાને સર્જયો અકસ્માત
ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના મહામંત્રી સંદીપ ઓડેદરાએ આપ્યું રાજીનામુ
ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના મહામંત્રી સંદીપ ઓડેદરાએ આપ્યું રાજીનામુ
અલંગના 17 ગામોએ ટીપી સ્કીમ રદ કરવા મુદ્દે કર્યો વિરોધ
અલંગના 17 ગામોએ ટીપી સ્કીમ રદ કરવા મુદ્દે કર્યો વિરોધ
વિસાવદર બેઠક પર પેટાચૂંટણી યોજાય તે માટે રાજકીય પક્ષોની કવાયત
વિસાવદર બેઠક પર પેટાચૂંટણી યોજાય તે માટે રાજકીય પક્ષોની કવાયત
અંજારમાં મજુરોના ઝુંપડામાં આગ લગાવનાર આરોપી પોલીસ સકંજામાં
અંજારમાં મજુરોના ઝુંપડામાં આગ લગાવનાર આરોપી પોલીસ સકંજામાં
કેતન ઇનામદારના રાજીનામાં અંગે સી આર પાટીલે આપી પ્રતિક્રિયા
કેતન ઇનામદારના રાજીનામાં અંગે સી આર પાટીલે આપી પ્રતિક્રિયા
g clip-path="url(#clip0_868_265)">