Dahod: લીમડીના અનેક સોસાયટીના રહીશો ત્રસ્ત, 20 વર્ષે પણ નથી મળી પ્રાથમિક સુવિધા

દાહોદના (Dahod) લીમડીમાં છેલ્લા 20 વર્ષથી અહીંના સ્થાનિકો ગંદકી વચ્ચે જીવવા મજબુર છે. અનેક વખત સ્થાનિકોએ લેખિત અને મૌખિક રજૂઆતો કરી હોવા છતા પણ શૂન્ય કામગીરી થઇ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 29, 2022 | 2:49 PM

દાહોદ (Dahod) જિલ્લાના સૌથી મોટા વેપારી મથક ગણાતા લીમડીમાં અનેક સોસાયટીઓના સ્થાનિકો પ્રાથમિક સુવિધાઓના (Primary facility) અભાવે ત્રસ્ત છે. વિવિધ સોસાયટીઓમાં પાયાની સુવિધા જેવી કે ગટર લાઈન, રોડ, રસ્તાનો અભાવ જોવા મળી રહ્યો છે. છેલ્લા 20 વર્ષથી અહીંના સ્થાનિકો ગંદકી વચ્ચે જીવવા મજબુર છે. અનેક વખત સ્થાનિકોએ લેખિત અને મૌખિક રજૂઆતો કરી હોવા છતા પણ શૂન્ય કામગીરી થઇ છે. ત્યારે સ્થાનિકોએ ગાંધીમાર્ગે આંદોલન (Protest) કરવાની ચીમકી ઉચ્ચારી છે.

સ્થાનિકોને રોગચાળો ફેલાવાની ભીતિ

દાહોદના ઝાલોદ તાલુકાનું વેપારી મથક મનાતું લીમડી નગરના સોસાયટી વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે. અહીં સોસાયટી અસ્તિત્વમાં આવ્યાને 20 વર્ષ જેટલો સમય થયો હોવા છતા અહીંના લોકોને રસ્તા, પાણી કે ગટરની સુવિધા મળી નથી. સાથે ડ્રેનેજની સુવિધા ના હોવાથી ગંદકીનું સામ્રાજ્ય પણ ફેલાયું છે. હાલમાં ડેન્ગ્યૂ, મેલેરીયા, શરદી, તાવ તેમજ કોરાના પોઝિટિવના કેસો પહેલેથી જ વધી રહ્યા છે. ત્યારે અહીંની સોસાયટીના સ્થાનિકોને ગંદકીના પગલે રોગચાળો વધુ ફેલાવવાની ભીતિ છે. ત્યારે સ્થાનિક તંત્ર પાસે અહીંના રહીશો પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ કરાવવાની માગ કરી રહ્યા છે.

ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી

સોસાયટીઓના રહીશો દ્વારા ગ્રામ પંચાયતથી માંડી ઉચ્ચ પોલીસને વારંવાર લેખિત મૌખિક રજુઆત કરવા છતાય પરિણામ શુન્ય જોવા મળી રહ્યુ છે. ત્યારે હવે આ અંગે અધિકારીઓ યોગ્ય નિરાકરણ ન લાવે તો આવનાર દિવસોમા સોસાયટીઓના રહીશો ગાંધીચિંધ્યા માર્ગે સત્યાગ્રહ કરશે

Follow Us:
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">