DAHOD: મતદારોને રિઝવવા ઉમેદવારે કુકરનું કર્યું વિતરણ, પીપલોદ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં અનોખો પ્રચાર

સ્થાનિકોના જણાવ્યા અનુસાર ઉમેદવારના કાર્યકર્તાઓ 2000 નંગ કુકર લાવી મોડીરાતે ગામના વાડી ફળીયા વિસ્તારમાં વહેંચતા હતા. એવામાં સ્થાનિકોને આ અંગે માલુમ પડતા ઉહાપોહ મચ્યો હતો. ત્યારે મતદારોને લોભ-લાલચ આપવી કેટલી યોગ્ય છે તેને લઈ સવાલો ઉઠ્યા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 17, 2021 | 2:48 PM

DAHOD: ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ ઉમેદવારો અવનવી રીતે મતદારોને રિઝવવા નવા અને અનોખા રસ્તા અપનાવી રહ્યા છે. ત્યારે દાહોદના પિપલોદ ગ્રામપંચાયતની ચૂંટણીના ઉમેદવારે મતદારોને રિઝવવા કુકરનું વિતરણ કર્યું હતું. પીપલોદ ગામના સરપંચ પદના ઉમેદવારે પોતાના મત નિશાન કુકરનું વિતરણ કર્યું હોવાનું સામે આવતા સ્થાનિકોમાં ઉહાપોહ મચ્યો હતો.

સ્થાનિકોના જણાવ્યા અનુસાર ઉમેદવારના કાર્યકર્તાઓ 2000 નંગ કુકર લાવી મોડીરાતે ગામના વાડી ફળીયા વિસ્તારમાં વહેંચતા હતા. એવામાં સ્થાનિકોને આ અંગે માલુમ પડતા ઉહાપોહ મચ્યો હતો. ત્યારે મતદારોને લોભ-લાલચ આપવી કેટલી યોગ્ય છે તેને લઈ સવાલો ઉઠ્યા હતા. મહત્વનું છે કે મતદારોને લોભ-લાલચ આપવીએ ગુનો બને છે. પરંતુ આ બનાવ અંગે હજુ સુધી કોઈ ફરિયાદ નોંધાઈ ન હતી.

નોંધનીય છેકે દાહોદ જિલ્લામાં 22 નવેમ્બરના રોજ ગ્રામ પંચાયતની ચુંટણી જાહેર થઇ હતી. 29મી તારીખે જાહેરનામુ બહાર પડ્યા બાદ સરપંચ અને વોર્ડ સભ્ય માટેના ફોર્મનું વિતરણ શરૂ કરી દેવાયુ હતું. દાહોદ જિલ્લાના દાહોદ,ગરબાડા, ઝાલોદ, ફતેપુરા, સંજેલી, લીમખેડા, સીંગવડ, ધાનપુર અને દેવગઢ બારિયા તાલુકાની 351 ગ્રામ પંચાયતમાં સામાન્ય અને પેટા ચુંટણી 19મીના રોજ યોજાવવાની છે.

4 ડિસેમ્બરે ફોર્મ ભરવાની અંતિમ તારીખ હોવાથી જિલ્લામાં 3202 વોર્ડમાં સભ્યની ચુંટણી માટે 8409 અને 351 સરપંચ પદની ચુંટણી માટે 2195 ફોર્મ ભરાયા હતાં. 6 તારીખે ફોર્મ ચકાસણી કર્યા બાદ તેમાં ભુલ વાળા ફોર્મ રદ કરવામાં આવશે. સરપંચ અને વોર્ડ સભ્યોના ફોર્મની સ્થિતિ જોતા હાલ રાફડો ફાટ્યો છે.

આ પણ વાંચો : પેપર લીક કેસમાં અસિત વોરાને પદથી હટાવી પૂછપરછ કરવા યુવરાજ સિંહની માગ, કહ્યું ‘ગોપનીય પુરાવા ગૃહ રાજ્યમંત્રીને જ આપીશું’

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">