દહેગામમાં દેશી દારૂ પીધા બાદ બેના મોત મામલે કાર્યવાહી, બુટલેગરની કરાઇ ધરપકડ, જુઓ વીડિયો
દારૂબંધી વાળા ગાંધીના ગુજરાતમાં ફરી એકવાર દારૂકાંડ સર્જાયો છે. નશાના ઓવરડોઝના કારણે 2 લોકોના જીવ ગયા છે. ગાંધીનગર જિલ્લા દહેગામના લિહોડ ગામના બે લોકોના દેશી દારુ પીધા બાદ મોત થયાની ઘટના બની છે, ત્યારે આ કેસમાં પોલીસે દરોડા પાડીને પ્રતાપ નામના બુટલેગરની ધરપકડ કરી છે.

માહિતી મળી છે કે દહેગામના લિહોડના બંને મૃતકોએ બુટલેગર પ્રતાપ પાસેથી દારૂ ખરીદ્યો હતો. આ દારુ પીધા બાદ જ બંને લોકોના મોત નિપજ્યા હતા. લિહોડ કાંડ વચ્ચે દહેગામ પોલીસની તપાસમાં આ ખુલાસો થયો છે. જિલ્લા પોલીસ વડાનું માનીએ તો બુટલેગર પ્રતાપ એક મહિનાથી દારૂનો ધંધો કરતો હતો. જેને પકડવા માટે પોલીસે દરોડા પણ પાડ્યા હતા. હાલ પોલીસે 2ના મોતના કેસમાં પ્રતાપની ધરપકડ કરી છે.
આ પણ વાંચો- કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહના આજના તમામ કાર્યક્રમ રદ, જુઓ વીડિયો
તો લિહોડા દારૂકાંડમાં પોલીસ સામે પણ કાર્યવાહી થશે. જિલ્લા પોલીસ વડા રવિતેજા વાસમ શેટ્ટીએ નિવેદન આપ્યું છે કે લિહોડાકાંડમાં જો પોલીસની ભૂમિકા સામે આવશે તો કડક કાર્યવાહી થશે. તેઓએ દહેગામ PI વિરૂદ્ધ પણ ભૂલ જણાશે તો કાર્યવાહીની વાત કરી હતી.
મહત્વનું છે કે ગાંધીનગરના દહેગામ તાલુકાના લિહોડા ગામમાં ઉત્તરાયણની સાંજે દેશી દારૂ પીધા બાદ 7 લોકોની તબિયત લથડી હતી. દારૂ પીનારાઓને હોસ્પિટલ લઇ જવાય તે પહેલા જ 2 લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય 5 લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે.