Cyclone Tauktae Updates: પોરબંદરમાં તાઉ તેની અસર હજુ વર્તાઈ રહી છે, સોમનાથ હાઈવે પર અસંખ્ય વૃક્ષ ધરાશાય

ગુજરાતના દરિયાકાંઠે તાઉતે વાવાઝોડું ટકરાયા બાદ તાઉતે વાવાઝોડાની અસર હજુપણ યથાવત છે. ગઈકાલ રાતથી ફૂંકાઈ રહેલા ભારે પવન અને વરસાદ અત્યારે પણ યથાવત છે.

| Updated on: May 18, 2021 | 8:00 AM

ગુજરાતના દરિયાકાંઠે તાઉતે વાવાઝોડું ટકરાયા બાદ તાઉતે વાવાઝોડાની અસર હજુપણ યથાવત છે. ગઈકાલ રાતથી ફૂંકાઈ રહેલા ભારે પવન અને વરસાદ અત્યારે પણ યથાવત છે અને સોમનાથ હાઈવે પર અનેક સ્થળોએ ઝાડ પડયા છે. ભારે વરસાદ અને પવનને પગલે હાઇવે પર વાહનવ્યવહાર ખોરવાયો છે. અનેક વિસ્તારોમાં હજુપણ વીજપ્રવાહ ખોરવાયેલો છે. સમગ્ર હાઈવેનાં વિસ્તાર પર વૃક્ષો ધરાશાયી થયેલા જોવા મળ્યા છે.

અરબી સમુદ્રમા ઉદભવેલા તાઉ તે વાવાઝોડુ 17 મીને રાત્રે દિવ-ગીર સોમનાથ જિલ્લામાં ત્રાટક્યુ છે. દીવ- ગીર સોમનાથ જિલ્લામાં જ્યારે વાવાઝોડુ ટકરાયુ ત્યારે પવનની ઝડપ 150 થી 180 કિલોમીટરની હોવાનું સામે આવ્યુ છે. તાઉ તે વાવાઝોડુ ત્રાટક્યાના બે થી અઢી કલાક સુધી તોફાની પવન ફુકાયો હતો.

હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ જ તાઉ તે વાવાઝોડુ રાત્રીના 8 વાગ્યા બાદ ગીર સોમનાથ જિલ્લો અને દિવ પાસે ટકરાયુ છે. સીર સોમનાથ જિલ્લામાં ફુકાયેલા પવનની ઝડપ અલગ અલગ નોંધાઈ છે. તાઉ તે પૂરી તાકાત સાથે ટકરાયુ ત્યારે કોડીનારમાં ફુકાતા પવનની ઝડપ 129 કિલોમીટર નોંધાઈ હતી.

બીજી બાજુ જિલ્લાના ગીર ગઢડામાં સુસવાટા મારતા પવનની ઝડપ 119 કિલોમીટરની નોંધાઈ છે. સૌથી વધુ ઝડપ દિવ ખાતે 150થી 180 કિલોમીટરની હોવાનું સામે આવ્યુ છે. ગીરસોમનાથ જિલ્લાના અન્ય તાલુકાઓમાં 70 કિલોમીટરથી વધુ પવનની ઝડપ નોંધાઈ છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">