Cyclone Tauktae Updates Gujarat : પોરબંદરમાં વાવાઝોડાને પગલે ફિશિંગ બોટનો ખડકલો

પોરબંદર અરબી સમુદ્રમાં કોસ્ટગાર્ડ અને નૌકાદળ સજ્જ છે અને કોસ્ટગાર્ડ અને નૌકાદળ દરિયામાં રહેલા માછીમારોને એલર્ટ કરી રહ્યા છે.

Charmi Katira
| Edited By: | Updated on: May 16, 2021 | 11:27 AM

Cyclone Tauktae Updates Gujarat : પોરબંદર અરબી સમુદ્રમાં કોસ્ટગાર્ડ અને નૌકાદળ સજ્જ છે અને કોસ્ટગાર્ડ અને નૌકાદળ દરિયામાં રહેલા માછીમારોને એલર્ટ કરી રહ્યા છે. અરબી સમુદ્રમાં હાલ એક પણ બોટ નહીં હોવાના અહેવાલ મળી રહ્યા છે. વાવાઝોડાને પગલે દરિયામાં હળવો કરંટ આવી રહ્યો છે. નીચાણવાળા વિસ્તારોને ખાલી કરાવવા તંત્રની તૈયારીઓ આરંભાઈ છે. દરિયા કિનારાના 30 જેટલા ગામોને સાવચેત રખાયા છે.

વાવાઝોડાને પગલે પોરબંદરમાં ફિશિંગ બોટનો ખડકલો જોવા મળ્યો છે. વાવાઝોડાને પગલે  5 હજાર જેટલી બોટ પોરબંદરના બંદરે લાંગરવામાં આવી છે. તાઉ તે વાવાઝોડાના સંકટને જોતા તમામ બોટ બંદર પર લાંગરવામાં આવી છે.

ગુજરાત પર તોળાતા વાવાઝોડાના સંકટને લઇને NDRF, SDRF અને વાયુસેના એલર્ટ મોડ પર છે. નવસારી જિલ્લા તંત્રએ લોકોના સ્થળાંતરની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. હાલમાં પોરબંદર અને મહુવાના દરિયાકાંઠે ત્રાટકશે અને 18 મેના રોજ પોરબંદર અને મહુવાના દરિયાકાંઠાને પસાર કરશે તેવી આગાહી IMD દ્વારા આપવામાં આવી છે. પહેલા પોરબંદર અને નલિયા વચ્ચે ત્રાટકવાનું હતું વાવાઝોડું. સૌરાષ્ટ્ર, કચ્છ, દ. ગુજરાતના દરિયાકાંઠે વરસાદની આગાહી આપવામાં આવી છે, તો ગુજરાતના બંદરો પર બે નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. વાવાઝોડાના કારણે 150થી 160 કિમીની ઝડપે ફૂંકાઈ શકે છે પવન.

જરાત પર તોળાતા વાવાઝોડાના સંકટને લઇને NDRF એલર્ટ મોડ પર છે. કચ્છ, સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાત સુધી NDRFની 24 ટીમ તૈનાત કરવામાં આવી છે, તો SDRFની ટીમ પણ આધુનિક સાધન સામગ્રી સાથે સજ્જ થઇ પોરબંદર પહોંચી ગઇ છે. આ તરફ વાવાઝોડાને લઇને વાયુસેના પણ તૈયાર છે. CM રૂપાણીએ દરિયાકિનારાના જિલ્લા કલેક્ટરોને વાવાઝોડાની સ્થિતિને પહોંચી વળવા તૈયાર રહેવા આદેશ આપી દીધા છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">