Botad: રાણપુર ખાતે ભાજપની જન આશીર્વાદ યાત્રામાં કોરોના નિયમના ધજાગરા ઉડયા

બોટાદના રાણપુર ખાતે ભાજપની જન આશીર્વાદ યાત્રામાં ભાજપના નેતાઓએ મોટી સંખ્યામાં ભીડ એકઠી કરી અને કોરોના નિયમોનો ભંગ જોવા મળ્યો હતો.

કેન્દ્રીય પ્રધાન મહેન્દ્ર મુંજપરાની જન આશીર્વાદ યાત્રા નિયમ ભંગની યાત્રા સાબિત થઇ.બોટાદના રાણપુર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ભાજપના નેતાઓએ મોટી સંખ્યામાં ભીડ એકઠી કરી અને નિયમોનો ભંગ જોવા મળ્યો હતો. તેમજ ફૂડ પેકેટની વહેંચણીમાં પણ લોકોએ ભારે પડાપડી કરીને સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડાડ્યા હતા.

જેમાં સૌથી દુર્ભાગ્યપૂર્ણ બાબત એ છે કે જે ભાજપની રૂપાણી સરકાર નિયમ પાલનની વાતો કરે છે.તે જ ભાજપ સરકારના નેતાઓની હાજરીમાં નિયમોનો ભંગ થયો અને ભાજપની આ યાત્રામાં સર્જાયેલા દ્રશ્યો કોરોનાની ત્રીજી લહેરને નોતરવા સમાન હતા..ત્યારે આશીર્વાદ યાત્રામાં જો આવી જ રીતે નિયમ ભંગ થતો રહેશે તો કદાચ કોરોનાની ત્રીજી લહેરને આવતા અટકાવવાના સરકારના પ્રયાસો પર પાણી ફરી વળશે.

આ  પણ વાંચો : Ind vs Eng: ઇંગ્લીશ ઓપનરોનો ફ્લોપ શો, શૂન્ય પર પેવેલિયન પરત ફરવાનુ એ કામ કર્યુ જે પહેલા નહોતુ કર્યુ

આ પણ વાંચો :  Shravan 2021 : શિક્ષકે માટીમાંથી 12 જ્યોતિર્લીંગની પ્રતિકૃતિઓ બનાવી, લીમ્કા બુક ઓફ રેકોર્ડમાં મળ્યું છે સ્થાન

Click on your DTH Provider to Add TV9 Gujarati