કોરોના કાળની અસર ભક્તો પર પડી, અંબાજી મંદિર 28 મે સુધી અને ચોટીલા મંદિર અનિશ્ચિત મુદત માટે બંધ

કોરોના કાળની અસર ભક્તો પર પણ પડી છે. મંદિરોના ટ્રસ્ટ દ્વારા દર્શાનાર્થીઓને દર્શન કરવા ન આવવાની પણ અપીલ કરવામાં આવી છે.

| Updated on: May 22, 2021 | 9:24 AM

કોરોના કાળની અસર ભક્તો પર પણ પડી છે. અંબાજી મંદિર 28 મે સુધી દર્શનાર્થીઓ માટે બંધ રહેશે. પહેલા આ નિર્ણય 21 મે સુધી લેવામાં આવ્યો હતો, પરંતુ હવે બંધ રહેવાની સમયમર્યાદા વધારી દેવામાં આવી છે. બીજી તરફ ચોટીલા મંદિર પણ 21 મે સુધી બંધ રહેવાનું હતું, પરંતુ તેને પણ અનિશ્ચિત મુદત માટે બંધ કરવામાં આવ્યું છે. મંદિરોના ટ્રસ્ટ દ્વારા દર્શાનાર્થીઓને દર્શન કરવા ન આવવાની પણ અપીલ કરવામાં આવી છે.

હવે ગુજરાત કોરોના સામે જંગ જીતી રહ્યું છે. નવા કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. રાજ્યમાં 43 દિવસ બાદ 4500 થી નીચે કેસ નોંધાયા છે. નવા દર્દીઓ સામે સતત 17માં દિવસે સાજા થનારા દર્દીઓ વધારે છે. કેસના આંકડા પર નજર કરીએ તો, સતત બીજા દિવસે રાજ્યમાં નવા 4 હજાર 251 કેસ સામે 8 હજાર 783 દર્દીઓ સાજા થયા છે, તો વધુ 65 દર્દીઓ કોરોના સામે જંગ હાર્યા.

આ સાથે રાજ્યમાં કુલ મૃત્યુઆંક 9469 પર પહોંચ્યો છે, તો સાજા થનારા દર્દીઓની સંખ્યા 6 લાખ 86 હજાર 581 પર પહોંચી છે. આ સાથે જ રાજ્યમાં સક્રિય કેસ ઘટીને 84 હજાર 421 પર પહોંચ્યા છે. જો કે હજુ 692 દર્દીઓ વેન્ટિલેટર પર છે, પરંતુ રાહતની વાત એ છે કે સાજા થવાનો દર વધીને 87.97 ટકા થયો છે.

રાજ્યના મહાનગરોની સ્થિતિ પર નજર કરીએ તો, અમદાવાદમાં 1376 દર્દીઓ સાજા થયા, જ્યારે 10 દર્દીના મૃત્યુ સાથે 831 કેસ નોંધાયા. સુરતમાં 782 દર્દીઓ સાજા થયા, જ્યારે 7 દર્દીના મૃત્યુ સાથે 440 કેસ નોંધાયા. વડોદરામાં 1066 દર્દી સાજા થયા, જ્યારે 7 દર્દીના મૃત્યુ સાથે 539 કેસ નોંધાયા છે. આ તરફ રાજકોટમાં 408 દર્દી સાજા થયા, જ્યારે 6 દર્દીના મૃત્યુ સાથે 287 કેસ નોંધાયા.

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">