અમદાવાદ પોલીસ એક્શનમાં: એક જ દિવસમાં રાત્રી કરફ્યુ, માસ્ક અને ડ્રિંક એન્ડ ડ્રાઈવમાં કરી આ કાર્યવાહી

કોરોના વધતા પોલીસ પણ કડક ચેકિંગ કરી રહી હોય એવું લાગી રહ્યું છે. અમદાવાદ પોલીસે માંસલ, રાત્રી કર્ફ્યું અને ડ્રિંક એન્ડ ડ્રાઈવમાં મોટી કાર્યવાહી કરી છે.

TV9 GUJARATI

| Edited By: Gautam Prajapati

Dec 27, 2021 | 10:42 AM

Ahmedabad: અમદાવાદ શહેરમાં પોલીસે નાઈટ કરફ્યૂનો (Night Curfew) કડક અમલ શરૂ કરી દીધો છે. નિયમોનો ભંગ કરનારા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. તો કરફ્યૂનો સમય રાત્રે 11થી સવારના 5 વાગ્યા સુધીનો કરાયો તેના પહેલાં જ દિવસે જાહેરનામા ભંગના 250 કેસ કરીને 300 લોકોની પોલીસે ધરપકડ કરી હતી. જ્યારે છેલ્લાં 24 કલાકમાં માસ્ક (Mask) વગર ફરતાં 550 લોકોને પકડીને પોલીસે રૂપિયા 5.50 લાખ દંડ વસૂલ્યો હતો.

24 કલાકમાં 68 વાહનો ડિટેઈન કરીને 9.96 લાખ રૂપિયાનો દંડ વસૂલ્યો હતો. જ્યારે ડ્રન્ક એન્ડ ડ્રાઈવમાં 27 લોકો પકડાયા હતા. પોલીસના હાથે પકડાયેલા લોકોએ જુદા-જુદા બહાના કાઢીને છટકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ હવે કોરોના વધતા પોલીસ પણ કડક ચેકિંગ કરી રહી હોય એવું લાગી રહ્યું છે.

જણાવી દઈએ કે ગુજરાતમાં કોરોના વાયરસના નવા કેસોનો રાફડો ફાટ્યો છે. 25 ડિસેમ્બરે નવા કેસ બમણા થઇ 179 નોંધાયા હતા, તો ફરી વાર 26 ડિસેમ્બરે નવા 177 કેસ નોંધાયા છે, જેના કારણે રાજ્યમાં કોરોનાના એક્ટીવ કેસ 1000 નજીક એટલે કે 948 થયા છે.

 

આ પણ વાંચો: Weather: રાજ્યમાં આગામી 2 દિવસ દરમિયાન માવઠાની આગાહી, વરસાદ સાથે વધી શકે છે ઠંડી

આ પણ વાંચો: CMની સરપ્રાઇઝ વિઝિટ: CM ભૂપેન્દ્ર પટેલ વહેલી સવારે અચાનક ગાંધીનગર સિવિલ પહોંચતા સ્ટાફ હરકતમાં

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati