એપોલો હોસ્પિટલ ચર્ચિત દુષ્કર્મ કેસમાં કોર્ટે આરોપીને પોક્સો હેઠળ 7 વર્ષની સંભળાવી સજા

એપોલો હોસ્પિટલ ચર્ચિત દુષ્કર્મ કેસમાં કોર્ટે આરોપીને પોક્સો હેઠળ 7 વર્ષની સંભળાવી સજા

| Edited By: | Updated on: Jan 02, 2024 | 8:35 PM

બહુ ચર્ચિત દુષ્કર્મ કેસમાં 7 વર્ષે કોર્ટે ન્યાય આપતા પોક્સો હેઠળ આરોપીને સજા સંભળાવી છે. એપોલો હોસ્પિટલમાં એક યુવતી પર દુષ્કર્મ આચરવામાં આવ્યુ હતુ . ગાંધીનગર કોર્ટમાં આ અંગેનો કેસ ચાલ્યો હતો અને જેમાં આરોપી દોષિત ઠરતા સજા સંભળાવવામાં આવી છે. આ ચર્ચાસ્પદ ઘટનામાં બે આરોપીઓએ દુષ્કર્મ આચર્યુ હતુ અને જેમાંથી એક આરોપી ડોક્ટર ફરાર થઈ ગયો હતો.

વર્ષ 2016માં ગાંધીનગર અમદાવાદ વચ્ચે આવેલ એપોલો હોસ્પિટલમાં એક યુવતી પર બે આરોપીઓએ દુષ્કર્મ આચર્યુ હતુ. ગંભીર ગુનાને લઈ આ કેસ ખૂબ જ ચર્ચામાં રહ્યો હતો અને આરોપીઓની ધરપકડ કરીને આકરી સજાની માંગ ઉઠી હતી. આ મામલે અડાલજ પોલીસે આરોપીની ધરપકડ કરીને તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચોઃ PM નરેન્દ્ર મોદી લક્ષદ્વીપ પહોંચ્યા, સુંદર ટાપુને નવા વર્ષે અનેક સુવિધાઓની ભેટ આપી

એપોલો હોસ્પિટલના ચર્ચિત કેસમાં ચંદ્રકાંત ઉર્ફે ચંદુ વણકરને 7 વર્ષની સજા ફટકારાઈ હતી. જેમાં કોર્ટે પિડીતાને 20 હજાર રુપિયાની સહાય ચુકવવા પણ આદેશ કર્યો હતો. ઘટનમાં આરોપી ડો. રમેશ મંજીરામ પોલીસને થાપ આપી ફરાર થઈ ગયો હતો.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો