15 વર્ષના સુખી દાંપત્ય જીવનને વ્યાજખોરો ભરખી ગયા, સ્યુસાઇડ નોટમાંથી મળી ચોંકાવનારી આ વિગતો

અમદાવાદમાં વ્યાજખોરોના ત્રાસથી દંપતીએ આત્મહત્યા કરી લીધી છે. ધંધામાં નુકસાન જતા મૃતકે 6 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 04, 2022 | 7:05 AM

Crime in Ahmedabad: અમદાવાદના (Ahmedabad) સોલા વિસ્તારમાં એક દંપતીએ મોતને વ્હાલુ કર્યું (Husband wife Suicide) છે. પ્રાથમિક માહિતી અનુસાર આ દંપતીએ વ્યાજખોરના ત્રાસથી આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. તો  ધંધા-રોજગારમાં આર્થિક મંદી ઉભી થતા મૃતક હિતેશ પંચાલે બે વ્યાજખોરો પાસેથી 6 લાખ રૂપિયા 12 ટકા વ્યાજે લીધા હતા. જેનું તે દરરોજ 4 હજાર રૂપિયા ચૂકવતો હતો.

પરંતુ ધંધામાં નુકસાન જતા હિતેષ પંચાલ પૈસા ચૂકવી શકે તેવી સ્થિતિમાં ન હોવાના કારણે વ્યાજખોરો પઠાણી ઉઘરાણી ચાલુ રાખતા હતા. તો માહિતી અનુસાર આ કારણે પંચાલ દંપતીએ આ હેરાનગતિમાં સાથે જ આત્મહત્યા કરવાનું વિચાર્યું. વ્યાજખોરના ત્રાસથી કંટાળીને દંપતીએ કેનાલમા પડતું મૂકીને આપઘાત કરતા પરિવાર આઘાતમાં છે. સોલા પોલીસે ત્રણ વ્યાજખોર વિરૂધ્ધ દુષ્પ્રેરણાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

પીઆઇ જે પી જાડેજાએ સમગ્ર મુદ્દે વાત કરતા કહ્યું કે હિતેશ પંચાલના પિતાએ ફરિયાદ દાખલ કરાવી છે. પિતા ચાંદલોડિયામાં રહે છે. ફરિયાદ અનુસાર તેમના દીકરા હિતેશભાઈ અને તેમના પત્નીએ આત્મહત્યા કરી છે. જેમાં વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યા કર્યાની ફરિયાદ છે.

 

આ પણ વાંચો: કોરોના નિયમોનું ઉલંઘન કરતા લોકોની ખેર નથી: AMCએ બે દિવસમાં માસ્ક વગરના આટલા લોકોને ફટકાર્યો દંડ

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">