રાજકોટમાં કોરોના રસીકરણને વેગવાન બનાવાયું, ડોર સ્ટેપ રસીકરણને સારો પ્રતિસાદ

રાજકોટ મ્યુનિસિપિલ કમિશનરે હેલ્થ વર્કરોને અભિયાનની સફળતાનો શ્રેય આપ્યો. તેમજ રાજકોટના ઝૂંપડપટ્ટી વિસ્તારમાં અંધશ્રદ્ધાના કારણે લોકો રસી લેતા ખચકાતા હતા. જેના પગલે સામાજીક આગેવાનોની મદદથી સમજાવી રસીનો ટાર્ગેટ પૂર્ણ કર્યો હતો.

ગુજરાતમાં(Gujarat)  ડિસેમ્બર માસ સુધી રસી લેવા પાત્ર તમામ લોકોને કોરોના રસીનો(Vaccine)  પ્રથમ ડોઝ આપી દેવામાં આવે તેવું સરકાર આયોજન કરી રહી છે. જેના ભાગરૂપે રાજકોટમાં(Rajkot)  કોરોના રસીકરણ વેગવાન બન્યું છે. રાજકોટમાં કોરોનાના પહેલા ડોઝનું 99 ટકા અને બીજા ડોઝનું 88 ટકા રસીકરણ પૂર્ણ થયું છે.

જેના લીધે મ્યુનિસિપિલ કમિશનરે હેલ્થ વર્કરોને અભિયાનની સફળતાનો શ્રેય આપ્યો. તેમજ રાજકોટના ઝૂંપડપટ્ટી વિસ્તારમાં અંધશ્રદ્ધાના કારણે લોકો રસી લેતા ખચકાતા હતા. જેના પગલે સામાજીક આગેવાનોની મદદથી સમજાવી રસીનો ટાર્ગેટ પૂર્ણ કર્યો હતો.

આ ઉપરાંત દેશભરના કોરોના રસીકરણનો આંકડો 100 કરોડને પાર પહોંચતા રાજકોટમાં પણ ઠેર-ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં શ્યામનગર આરોગ્ય કેન્દ્રમાં હેલ્થ વર્કરોએ ગરબા રમી, કેક કાપી ભારતે હાંસલ કરેલી સિદ્ધિની ઉત્સાહભેર ઉજવણી કરી.રાજકોટ શહેરમાં કોરોનાના પ્રથમ ડોઝનું વેક્સિનેશન 99 ટકાથી વધુ તો બીજા ડોઝનું 88 ટકાથી વધુ વેક્સિનેશન પૂર્ણ થઈ ગયું છે.

જ્યારે રાજકોટ મહાનગરપાલિકા પ્રથમ ડોઝ લેવાના બાકી રહેલા લોકોને શોધીને તેમને રસી આપવાની કામગીરી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સર્વે પણ કરવામાં આવી રહ્યો છે . તેમજ રસી લેવાના બાકી હોય તેવા લોકો માટે હેલ્પ લાઇન સેવા પણ શરૂ કરવામાં આવી છે.

જેમાં વૃદ્ધ, અશકત અને ગર્ભવતી મહિલાઓને હેલ્પલાઇનમાં વિગત રજીસ્ટર કરાવે તેની બાદ ઘરે જઇને રસી આપવામાં આવી રહી છે. આમ ઝડપથી પ્રથમ ડોઝના 100 ટકા વેકસીનેશન માટેના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.

આ પણ  વાંચો : કરાઇ પોલીસ અકાદમી ખાતે પોલીસ શહિદ સ્મૃતિ દિવસ ઉજવાયો, સીએમ ભૂપેન્દ્ર પટેલે દિવંગત પોલીસ કર્મીઓને ભાવભરી શ્રદ્ધાંજલિ પાઠવી

આ પણ વાંચો : GANDHINAGAR : રસીકરણનો બીજો ડોઝ લેવામાં કોઇ બાકી ન રહે તેવા પુરતા પ્રયાસો કરાશે : ઋષિકેશ પટેલ

Click on your DTH Provider to Add TV9 Gujarati