IIM અમદાવાદનો ઈન્ટરનેશનલ લોગો બદલવાને લઇને વિવાદ વકર્યો

વર્ષ 1961માં વિક્રમ સારાભાઈએ જ્યારે આ સંસ્થા સ્થાપી હતી. ત્યારે આ લોગો આપ્યો હતો.અને ત્યારથી જ ડોમેસ્ટિક કે ઈન્ટરનેશનલ સ્તરે આ લોગો યથાવત રાખવામાં આવ્યો છે. ત્યારે ઈન્ટરનેશનલ સ્તરે અલગથી લોગો બનાવવાની જરૂર કેમ પડી રહી છે તે સમજાઈ રહ્યું નથી.તેમજ સંસ્કૃત શબ્દો લોગોમાં કાઢવાથી ઈન્ટરનેશનલ સ્તરે પણ શું અસર પડશે તે માટેનો કોઈ તર્ક વર્તમાન ડાયરેક્ટરે રજૂ કર્યો નથી

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 31, 2022 | 7:38 PM

આઇઆઇએમ  ( IIM)  અમદાવાદનો (Ahmedabad)  ઈન્ટરનેશનલ લોગો(Logo)  બદલવાને લઇને વિવાદ વકર્યો છે. જેમાં IIM અમદાવાદનો બે લોગો બનાવવાનો નિર્ણય વર્તમાન ડાયરેક્ટર એરલ ડિસોઝાએ કર્યો છે. સંસ્કૃત શબ્દો કાઢીને ઇન્ટરનેશનલ લોગો તૈયાર કરવામાં આવ્યો છે. તો બીજીબાજુ ફેકલ્ટી કાઉન્સિલની જાણ બહાર લોગો બદલવામાં આવતા ફેલક્ટી કાઉન્સીલે તેનો વિરોધ કર્યો છે. તેમજ સંસ્કૃત શબ્દો ન કાઢવા જણાવાયું છે. IIM-Aના 48 અધ્યાપકોએ આ મામલે ડાયરેકટરને પત્ર લખીને વિરોધ કર્યો છે અને નિર્ણય પરત ખેંચવા માંગણી કરી છે.IIM-Aના લોગોમાં સંસ્કૃતમાં લખાયું છે ‘વિદ્યાવિનિયોગાદ્વિકાસ’ જેનો અર્થ થાય છે જ્ઞાન વહેંચવાથી વધે છે. આ શબ્દ હટાવીને ઈન્ટરનેશનલ લોગો તૈયાર કરવામાં આવ્યો છે. જોકે આ નિર્ણય ફેકલ્ટી કાઉન્સિલની જાણ બહાર કરાતા પૂર્વ ડાયરેક્ટર ડોક્ટર બકુલ ધોળકીયાએ પણ આશ્ચર્ય વ્યક્ત કર્યું છે.

સંસ્કૃત શબ્દો લોગોમાં કાઢવાથી ઈન્ટરનેશનલ સ્તરે પણ શું અસર પડશે

1961માં વિક્રમ સારાભાઈએ જ્યારે આ સંસ્થા સ્થાપી હતી. ત્યારે આ લોગો આપ્યો હતો.અને ત્યારથી જ ડોમેસ્ટિક કે ઈન્ટરનેશનલ સ્તરે આ લોગો યથાવત રાખવામાં આવ્યો છે. ત્યારે ઈન્ટરનેશનલ સ્તરે અલગથી લોગો બનાવવાની જરૂર કેમ પડી રહી છે તે સમજાઈ રહ્યું નથી… તેમજ સંસ્કૃત શબ્દો લોગોમાં કાઢવાથી ઈન્ટરનેશનલ સ્તરે પણ શું અસર પડશે તે માટેનો કોઈ તર્ક વર્તમાન ડાયરેક્ટરે રજૂ કર્યો નથી. હાલ લોગોને લઈને વિવાદ વકર્યો છે. અને આગામી દિવસોમાં આ બાબતે શું નિર્ણય લેવાય છે તેના પર સૌની નજર રહેલી છે.

આ પણ વાંચો :  Gandhinagar: ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો અંતિમ દિવસ, ધારાસભ્યોની ફોટોગ્રાફી કરાઇ

આ પણ વાંચો :  ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના વાઇસ પ્રેસિડેન્ટ પથિક પટવારીએ અંગદાન અંગે જાગૃતિ લાવવા કરી આ પહેલ

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">