AHMEDABAD : પેપરલીક સામે કોંગ્રેસનું મંજૂરી વગર વિરોધ પ્રદર્શન, 30 જેટલા કાર્યકરોની અટકાયત

અમદાવાદમાં પાલડી સ્થિત કોંગ્રેસના કાર્યાલય ખાતે કોંગ્રેસના કાર્યકરો વિરોધ પ્રદર્શન કરવા અને બાઇક રેલી કરવા એકઠા થયા હતા. જો કે, પોલીસે આ અંગેની કોઇ મંજૂરી આપી નહોતી

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 22, 2021 | 5:09 PM

AHMEDABAD : હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થયા બાદ પરીક્ષાર્થીઓનું ભવિષ્ય અંધકારમય બની ગયું છે.સરકારે પરીક્ષા રદ્દ કરી દીધી છે.. ત્યારે હવે આ મામલે અચાનક જ રાજ્યમાં રાજકીય ગરમાવો આવી ગયો છે. પેપર લીક કાંડના સપ્તાહ બાદ આમ આદમી પાર્ટી જાગી અને કમલમ ખાતે વિરોધ કર્યો.ત્યારબાદ ત્યાં બબાલ પણ થઇ, એટલું જ નહિં આમ આદમી પાર્ટીએ ઠેર-ઠેર પ્રદર્શન પણ થયું.AAP એક્શનમાં આવ્યા બાદ કોંગ્રેસને પોતાના પર જોખમ દેખાયું અને એક દિવસ બાદ રાજ્યમાં કોંગ્રેસના કાર્યકરો રસ્તા પર ઉતર્યા.

અમદાવાદમાં પાલડી સ્થિત કોંગ્રેસના કાર્યાલય ખાતે કોંગ્રેસના કાર્યકરો વિરોધ પ્રદર્શન કરવા અને બાઇક રેલી કરવા એકઠા થયા હતા. જો કે, પોલીસે આ અંગેની કોઇ મંજૂરી આપી નહોતી.તેથી પોલીસે કાર્યકરોની અટકાયત કરી હતી. આ સમયે પોલીસ અને કાર્યકરો વચ્ચે થોડું ઘર્ષણ પણ થયું. પોલીસે આ મામલે શહેર કોંગ્રેસ પ્રમુખ, ચેતન રાવલ, ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા, હિંમતસિંહ પટેલ, શૈલેષ પરમાર ,સહિત 30 લોકોની અટકાયત કરી હતી.

મહત્વનું છે કે, રાજ્યમાં વિધાનસભા ચૂંટણી નજીક છે અને AAP કોંગ્રેસને ટક્કર આપી શકે છે એ સમયે સ્વાભાવિક છે કે, આવા સળગતા મુદ્દાઓમાં AAP બાજી મારી જાય તો કોંગ્રેસને પોતાના પર જોખમ દેખાય જ. તેથી એ વાત સાબિત કરે છે કે, ઉમેદવારોને ન્યાય અપાવવાનું એક બહાનું છે. પરંતુ પોતાનું રાજકીય અસ્તિત્વ ટકાવવા માટે હાલ તેઓ રસ્તા પર ઉતરી રહ્યા છે.

આ પણ વાંચો : MEHSANA : જગદીશ ઠાકોર અને પ્રભારી રઘુ શર્માની અધ્યક્ષતામાં કોંગ્રેસની બેઠક યોજાઈ

Follow Us:
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">