કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દિવાળી બાદ ગુજરાત આવે તેવી શક્યતા

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી 10 થી 13 નવેમ્બર દરમ્યાન ગુજરાતમાં યોજાનારી કોંગ્રેસ પક્ષની ચિંતન શિબિરમાં હાજરી આપે તેવી શક્યતા છે.

ગુજરાત(Gujarat)કોંગ્રેસમાં(Congress)નવા પ્રમુખની પસંદગી પ્રક્રિયા વચ્ચે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી(Rahul Gandhi) દિવાળી (Diwali) બાદ રાજ્યની મુલાકાતે આવે તેવી શક્યતા છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી 10 થી 13 નવેમ્બર દરમ્યાન રાજ્યમાં યોજાનારી પક્ષની ચિંતન શિબિરમાં(Chintan Shibir) હાજરી આપે તેવી શક્યતા છે. તેમજ ગુજરાતમાં આગામી વર્ષે વિધાનસભા ચુંટણી યોજાવવાની તેમજ રાજ્યમાં કોંગ્રેસ કોના નેતૃત્વના ચુંટણી લડશે તે અંગે હજુ પણ અસમંજસની સ્થિતી છે.

ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવના અવસાન બાદ હાલમાં થોડા સમય પૂર્વે જ કોંગ્રેસે રાજ્સ્થાન કોંગ્રેસના સિનિયર નેતા રધુ શર્માને રાજ્ય કોંગ્રસના પ્રભારી તરીકે નિયુક્ત કર્યા છે. તેમજ તેમણે અનેક વાર રાજ્યની મુલાકાત લઇને અલગ અલગ નેતાઓ સાથે મંત્રણા પણ કરી છે. તેમજ દિલ્હીમાં ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ અને સંગઠનની રચનાની પ્રક્રિયા ગતિમાં છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રભારી સુરતમાં છે. તેમણે ટીવીનાઈન સાથે વિવિધ મુદ્દા પર વાત કરી. તેમણે કહ્યું કે ચૂંટણી મેદાનમાં ઉતરવા માટે પાર્ટીને મજબૂત કરવાના પ્રયત્નો ચાલી રહ્યા છે..યુવાનો માટે કોંગ્રેસમાં સારી તક છે..છેલ્લા કેટલાક સમયથી પાર્ટીમાં આવેલી નબળાઈઓને દૂર કરવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

તેમણે ગુજરાત કોંગ્રેસમા મોટા ફેરફાર થવાના સંકેત આપ્યા છે. તેમણે કહ્યું કે- ગુજરાતમાં નેતાઓની ફેરબદલ બાબતે મંથન ચાલી રહ્યું છે.. તો બીજી તરફ તેમણે ભાજપ પર આકરા પ્રહાર કર્યા. તેમણે આક્ષેપ કર્યો કે ભાજપ વિપક્ષને સહન કરવા નથી માગતું. વિપક્ષ કોઈ પણ મુદ્દો ઉઠાવે તો કોર્ટમાં ઘસેડીને હેરાન કરવામાં આવે છે. વિપક્ષને હેરાન કરવાની ભાજપની રાજનીતિ છે.

આ પણ વાંચો :  ગુજરાતમાં પોલીસ વિભાગ બાદ હવે આ વિભાગના કર્મચારીઓ પણ પગારના મુદ્દે આંદોલનના મૂડમાં

આ પણ વાંચો : ગુજરાતમાં પોલીસ ગ્રેડ પે મુદ્દે ગૃહ રાજ્ય મંત્રી કરશે સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત

Click on your DTH Provider to Add TV9 Gujarati