VADODARA : કોંગ્રેસ અગ્રણી કિરીટસિંહ જાડેજાની કથિત મદદથી PI અજય દેસાઈએ પત્ની સ્વીટી પટેલના મૃતદેહનો નિકાલ કર્યો

Sweety Patel murder case : PIઅજય દેસાઈએ 5 મી જૂન ની સાંજે 5 .30 થી 8 વાગ્યા દરમિયાન દહેજ નજીક અટાલી ગામમાં નિર્માણાધિન હોટલ નજીક મૃતદેહ સળગાવ્યો હતો. જગ્યાની માલિકી કોંગ્રેસ અગ્રણી કિરીટસિંહ જાડેજાની છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 25, 2021 | 1:10 PM

વડોદરાના ચકચારી સ્વીટી પટેલ હત્યા કેસમાં કોંગ્રેસ અગ્રણી કિરીટસિંહ જાડેજાની કથિત સંડોવણી સામે આવી છે. વડોદરા ગ્રામ્યના પીઆઈ અજય દેસાઈએ પત્ની સ્વીટી પટેલના મૃતદેહનો નિકાલ કર્યો તે સ્થળે TV9 ગુજરાતી પહોંચ્યું હતું. PIઅજય દેસાઈએ 5 મી જૂન ની સાંજે 5 .30 થી 8 વાગ્યા દરમિયાન દહેજ નજીક અટાલી ગામમાં નિર્માણાધિન હોટલ નજીક મૃતદેહ સળગાવ્યો હતો. જગ્યાની માલિકી કોંગ્રેસ અગ્રણી કિરીટસિંહ જાડેજાની છે એવું. વડોદરા ગ્રામ્ય LCBની ટીમે અહીંથી બળેલા માનવ હાડકા શોધી કાઢ્યા હતા.વડોદરા LCB એ કબ્જે લીધેલ અજય દેસાઈના મોબાઈલમાં લોકેશન હિસ્ટ્રીથી અટાલીમાં આચરવામાં આવેલ પાપના પુરાવા મળ્યા હતા. કોંગ્રેસ અગ્રણી કિરીટસિંહ જાડેજાની કથિત મદદથી અજય દેસાઈએ પત્ની સ્વીટીના મૃતદેહનો નિકાલ કર્યો છે એવા કથિત આરોપો સાથે FIR માં કિરીટસિંહ જાડેજાના નામનો પણ સમાવેશ કરવામાં આવ્યો હોવાની ચર્ચા થઇ રહી છે.

વડોદરા ગ્રામ્યના પીઆઈ અજય દેસાઈ અને સ્વીટી પટેલ બંને લિવઇન માં રહેતા હતા અને મંદિરમાં લગ્ન કર્યા હતા. બંને વચ્ચે ઝગડો થયા બાદ સ્વીટી પટેલ ગુમ થયાના સમાચાર વહેતા થયા હતા. સ્વીટી પટેલના ભાઈ જયદીપ પટેલે જાહેરાત કરી હતી કે તારીખ 5 જૂનના રોજ સ્વીટી પટેલ અને તેના પતિ સાથે ઝઘડો તકરાર થતા અને સાસરીવાળા બોલાવતા ન હોય, તેના ટેન્શનને કારણે સ્વીટી પટેલ ચાલ્યા ગયેલ છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">