દારૂ મુદ્દે કોંગ્રેસ નેતાઓના સરકાર પર પ્રહાર, અમિત ચાવડાએ કહ્યુંઃ હપ્તાખોરી કારણભૂત
લિહોડાકાંડને લઈ હવે કોંગ્રેસ સરકાર પર પ્રહાર કરવા લાગી છે. ગુજરાત સરકાર પર કોંગ્રેસે હવે દારુબંધીને લઈ સવાલો કર્યા છે. દારુબંધીનો કાયદો હોવા છતાં ભાજપની સરકારમાં અમલ નહીં હોવાનો આક્ષેપ કર્યો છે. કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ આ અંગે નિશાન તાકતા હપ્તાખોરીનો આક્ષેપ કર્યો હતો.
દારુ પીવાને લઈ દહેગામમાં બે વ્યક્તિઓના મોતને લઈ હવે કોંગ્રેસે સવાલો સરકાર સામે કરી દીધા છે. કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ આ અંને એક નિવેદનમાં કહ્યુ હતુ કે, ગુજરાતમાં ખુલ્લે આમ ડ્રગ્સ અને દારુ વેચાણ થઈ રહ્યુ છે. કોંગ્રેસ નેતાએ સરકાર સામે નિશાન તાકતા લઠ્ઠા કાંડનો આરોપ લગાવતા હપ્તાખોરીનો આક્ષેપ કર્યો છે.
આ પણ વાંચો: લક્ષદ્વીપનો પતંગ સૌથી ઉંચે ચગશે, પ્રફુલ પટેલે કહ્યુ-PM મોદીના એક પ્રવાસથી જ ઉંચાઈ આંબી, જુઓ
સરકાર સામે કોંગ્રેસે આક્ષેપો કરવા સાથે દારુ બંધીનો અમલ નહીં થતો હોવાનો આક્ષેપ કર્યો હતો. સાથે હવે ઉડતા પંજાબની જેમ ઉડતા ગુજરાત બની રહ્યુ હોવાનો પ્રહાર અમિત ચાવડાએ કર્યો હતો. લિહોડાકાંડ અંગે પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો છે. આ મામલે પોલીસે બુટલેગરની ધરપકડ કરી છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Jan 15, 2024 06:48 PM
