Ahmedabad: સરકારે AMC ની નવી પાર્કિંગ પોલિસીને મંજૂરી આપતા કોંગ્રેસ સક્રિય, કર્યા આકરા પ્રહાર

AMC એ પાર્કિંગ પોલીસી જાહેર કરતાની સાથે જ વિપક્ષ સક્રીય થઈ ગયું છે. વિપક્ષે કહ્યું કે આ પોલીસી અમદાવાદની જનતાને લૂંટવાના ઈરાદે બનાવવામાં આવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 25, 2021 | 10:36 AM

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની નવી પાર્કિંગ પોલિસીને રાજ્ય સરકારે મંજૂરી આપી છે. અને ટૂંક સમયમાં તબક્કાવાર અમલમાં આવશે. સપ્ટેમ્બરમાં, AMCની સ્થાયી સમિતિ દ્વારા ડ્રાફ્ટ પોલિસીને મંજૂરી આપવામાં આવી હતી, જેમાં એક ફેરફાર સૂચવવામાં આવ્યો હતો. જેમાં નિયમો મુજબ નાગરિકોએ વાહન ખરીદતા પહેલા તેમની પાસે પાર્કિંગની જગ્યા હોવાના પુરાવા રજૂ કરવા પડશે. ત્યારબાદ આ ડ્રાફ્ટ રાજ્ય કક્ષાની સમિતિને સોંપવામાં આવ્યો હતો. જેને રાજ્ય સરકારે 16 ઓક્ટોબરે પાર્કિંગ પોલિસીને મંજૂરી આપી હતી. નવી નીતિ એવી રીતે ઘડવામાં આવી છે કે તે ચોક્કસ સમયે ચોક્કસ વિસ્તારોની પાર્કિંગની જરૂરિયાતો પૂરી કરે છે. કોર્પોરેશન તબક્કાવાર રીતે પોલિસીનો અમલ કરશે કારણ કે એકસાથે અમલીકરણ શક્ય નથી. AMC દરેક તબક્કાના અમલીકરણ પહેલા અને પછી જાગૃતિ અભિયાન ચલાવશે. નવી નીતિ હેઠળ સામાન્ય પાર્કિંગ પ્લોટ માટે માસિક અને વાર્ષિક પરમિટ આપવામાં આવશે. આ ઉપરાંત AMCની રહેણાંક સોસાયટીઓની આસપાસ શેરીઓને આવરી લેતી પાર્કિંગ પરમિટ આપવાની યોજના છે.

AMC એ પાર્કિંગ પોલીસી જાહેર કરતાની સાથે જ વિપક્ષ સક્રીય થઈ ગયું છે. વિપક્ષે પાર્કિંગ પોલીસીને લઈને સવાલો ઉભા કર્યા છે સાથે જ આક્ષેપ લગાવ્યા છે કે આ પોલીસી અમદાવાદની જનતાને લૂંટવાના ઈરાદે બનાવવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે આ પોલિસીમાં દિવ્યાંગો અને સિનિયર સિટીઝન્સ માટે 10 ટકા પાર્કિંગ સ્પેસ ખાલી રાખવાની પણ વિચારણા છે. ટ્રાફિક જંકશન અને ઝેબ્રા ક્રોસિંગથી પાર્કિંગ સ્પેસ દૂર રાખવામાં આવશે. ઉપરાંત સ્થાનિક વિસ્તારોમાં ખાલી રહેતા પાર્કિંગ સ્પેસ માટે શેરિંગવાળા પાર્કિંગ ઉભા કરવાની વાત કરવામાં આવી છે. પાર્કિંગ સ્પેસ માટે વાર્ષિક પરમીટ ઈશ્યુ થશે. ટુ વહીલર માટે વિસ્તાર પ્રમાણે પ્રતિ કલાક 10થી 15 રૂપિયાનો ચાર્જ વસૂલવા અને ફોર વહીલર માટે 20થી 25 રૂપિયા ચાર્જ વસૂલવાની પણ વિચારણા હતી. પાર્કિંગ ચાર્જથી ભેગી થયેલી રકમ રસ્તાના રિસરફેસિંગ અને પેચ વર્ક માટે ઉપયોગમાં લેવાના અહેવાલ સામે આવ્યા હતા. અને ટ્રાફિક વિભાગના સંકલનમાં ટોઇંગ માટેની એસ.ઓ.પી. બનાવવા પણ વિચારણા કરવામાં આવી છે.

 

આ પણ વાંચો: અદાણીની દિવાળી, સામાન્ય જનતા પિસાણી: અદાણી ગેસે પીએનજીના ભાવમાં ઝીંક્યો વધારો

આ પણ વાંચો: Rajkot: વિરપુરમાં કમોસમી વરસાદથી ખેડૂતો-વેપારીઓની દિવાળી બગડી, ભારે નુક્સાનની ભીતિ

Follow Us:
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">