વીડિયો: લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસની કવાયત, ઉમેદવારોની પસંદગી માટે કોંગ્રેસે 5 સ્ક્રીનિંગ કમિટી બનાવી

વીડિયો: લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસની કવાયત, ઉમેદવારોની પસંદગી માટે કોંગ્રેસે 5 સ્ક્રીનિંગ કમિટી બનાવી

| Edited By: | Updated on: Jan 06, 2024 | 2:42 PM

કોંગ્રેસે લોકસભા ચૂંટણીની તૈયારીઓ માટે 5 ભાગો માટે અલગ અલગ 5 સ્ક્રીનિંગ કમિટી બનાવી છે. જેમાં ગુજરાત, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, દિલ્લી, દીવ-દમણ અને દાદરાનગર હવેલી તેમાંથી એક સમૂહ છે. રજની પાટીલને આ ઝોનની સ્ક્રીનિંગ કમિટીના અધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવી છે.

લોકસભા ચૂંટણી જેમ જમ નજીક આવી રહી છે, તેમ તેમ રાજકીય પક્ષો જોરશોરથી તૈયારીઓ માટે લાગી ગયા છે. લોકસભાની ચૂંટણીને લઈને હવે ગુજરાત કોંગ્રેસે પણ કવાયત શરુ કરી છે. ઉમેદવારોની પસંદગી માટે કોંગ્રેસે 5 સ્ક્રીનિંગ કમિટી બનાવી છે. રાજ્યો અને કેન્દ્ર સાશિત પ્રદેશોને 5 ભાગોમાં વિભાજીત કર્યા છે.

કોંગ્રેસે લોકસભા ચૂંટણીની તૈયારીઓ માટે 5 ભાગો માટે અલગ અલગ 5 સ્ક્રીનિંગ કમિટી બનાવી છે. જેમાં ગુજરાત, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, દિલ્લી, દીવ-દમણ અને દાદરાનગર હવેલી તેમાંથી એક સમૂહ છે. રજની પાટીલને આ ઝોનની સ્ક્રીનિંગ કમિટીના અધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવી છે.

આ પણ વાંચો- ગુજરાત કોંગ્રેસનો મહત્વનો નિર્ણય, લોકસભા માટે ઉમેદવાર સીધી દાવેદારી નહીં કરી શકે

ક્રિષ્ણા અલ્લાવરું અને પરગટ સિંહની સભ્ય તરીકે નિમણૂક કરાઇ છે. ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીને દક્ષિણના રાજ્યોની સ્ક્રીનિંગ કમિટીમાં સ્થાન મળ્યુ છે. મધુસૂદન મિસ્ત્રીને મહારાષ્ટ્ર, ગોવા સહિતના સમૂહની સ્ક્રિનિંગ કમિટીના અધ્યક્ષ બનાવાયા છે.