અરવલ્લી આંગણવાડી ભરતી વિવાદ, હવે કોંગ્રેસે વિરોધ કરી પ્રક્રિયા રદ કરવાની કરી માંગ
અરવલ્લી જિલ્લા પંચાયત દ્વારા હાલમાં આંગણવાડી કાર્યકરોની ભરતી પ્રક્રિયા કરવામાં આવી રહી છે. જેમાં ગેરરીતિ આચરવામાં આવી રહી હોવાનો રોષ અનેક ઉમેદાવારો ઠાલવ્યો હતો. જેને લઈ છેલ્લા કેટલાક દિવસોથી આ મામલે સતત રજૂઆતો અને વિરોધ આઈસીડીએસ વિભાગ સામે થઈ રહ્યો છે. આમ છતાં તંત્રના પેટનું પાણી જાણે કે હાલતુ નથી. આ દરમિયાન હવે રાજકીય પક્ષો પણ વિરોધમાં ઉતરી આવીને ન્યાયીક રીતે ભરતી પ્રક્રિયા પારદર્શક યોજવાની માંગ કરવામાં આવી છે.
અરવલ્લી જિલ્લામાં આંગણવાડી ભરતી પ્રક્રિયાનો મામલો વિવાદે ચઢ્યો છે. હવે એક બાદ એક રોજ વિરોધના કાર્યક્રમો થઈ રહ્યા હોય એવી સ્થિતિ સર્જાઈ છે. રાજકિય પક્ષોએ પણ આંગણવાડી ભરતી પ્રક્રિયામાં સામેલ ઉમેદવારોના વહારે આવ્યા હોય એમ વિરોધ નોંધાવી રહ્યા છે.
આ પણ વાંચો: કોંગ્રેસ, ભાજપ અને બળવો.. હવે ફરી પાછા કેસરીયા! લગ્ને-લગ્ને ‘કુંવારા’ MLA
કોંગ્રેસે પણ આ ભરતી પ્રક્રિયાને લઈ વિરોધ નોંધાવતા જિલ્લા પંચાયતમાં સૂત્રોચ્ચાર કર્યા હતા અને ધરણાં યોજ્યા હતા. જિલ્લા વિકાસ અધિકારીની કચેરી સામે જ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ વિરોધ નોંધાવતા ધરણાં યોજ્યા હતા. કોંગ્રેસે ભરતી રદ કરવાની માંગ કરી હતી અને પારદર્શક રીતે ભરતી ઉમેદવારોની રજૂઆતોને ધ્યાનમાં રાખીને કરવાની માંગ કરી હતી.
અરવલ્લી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Jan 12, 2024 08:58 PM

