Bhavnagar : ભાવનગર મનપાની પેટાચૂંટણીમાં રસાકસી, વડવા બી વોર્ડમાં કોળી સમાજના ઉમેદવારો વચ્ચે સીધો મુકાબલો, જુઓ Video
ભાવનગર મહાનગરપાલિકાના વડવા બ વોર્ડની પેટાચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાના અંતિમ દિવસે રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. આ વોર્ડમાં ભાજપ અને કોંગ્રેસે કોળી સમાજના ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે.
ભાવનગર મહાનગરપાલિકાના વડવા બ વોર્ડની પેટાચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાના અંતિમ દિવસે રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. આ વોર્ડમાં ભાજપ અને કોંગ્રેસે કોળી સમાજના ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. ભાજપે પૂર્વ નગરસેવક અમરશી ચુડાસમાને ટિકિટ આપી છે, જેમણે ભવ્ય રેલી સાથે ઉમેદવારી નોંધાવી હતી. તો કોંગ્રેસ દ્વારા પૂર્વ નગરસેવક હિંમત મેણિયાનું નામ જાહેર કરીને અગ્રણીઓની ઉપસ્થિતિમાં ફોર્મ ભરવામાં આવ્યું હતું. બન્ને ઉમેદવારો કોળી સમાજમાંથી આવે છે જેથી ચૂંટણીમાં રસાકસીનો જંગ જામશે તે વાત પક્કી છે.
ભાવનગર મનપાની પેટાચૂંટણીમાં રસાકસી
આ વોર્ડમાં મુખ્ય રાજકીય પક્ષમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ્ઞાતિવાદના ધોરણે સિધ્ધી ટક્કર થશે. કોંગ્રેસ પક્ષે પૂર્વ નગરસેવકનુ નામ મુકતા જ ભાજપની કસરત વધી ગઈ છે. વર્ષોથી કોંગ્રેસના ગઢ ગણાતા આ વોર્ડમાં લાંબા સમય બાદ ભાજપની પેનલ ચૂંટાઈ હતી. આ પેટા ચૂંટણી ફરી વખત ખૂબ જ કસમકસ સાબિત થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.