ગાંધીનગરઃ RTI તોડકાંડ મુદ્દે કાયદાનો દુરુપયોગ થતો હોવાનો કોંગ્રેસનો આરોપ
શિક્ષણ વિભાગમાં વ્યાપેલો ભ્રષ્ટાચાર ખૂબ જ ગંભીર વિષય હોવાનું ગણાવવા સાથે ગુજરાત કોંગ્રેસના નેતાએ RTI કાયદાનો દુરુપયોગ થતો હોવાનો આક્ષેપ કર્યો હતો. કાયદો લોકોના ફાયદા માટે છે, પરંતુ તેનો દુરુપયોગ થઈ રહ્યો હોવાનું કોંગ્રેસના નેતા ડો મનીષ દોષીએ કહ્યુ હતુ.
RTI તોડકાંદ મુદ્દે હવે કોંગ્રેસે પણ આક્ષેપ કર્યા છે. શિક્ષણ વિભાગમાં વ્યાપેલો ભ્રષ્ટાચાર ગંભીર વિષય હોવાનું કોંગ્રેસ નેતા ડો મનીષ દોષીએ ગણાવ્યુ છે. આ દરમિયાન કોંગ્રેસના નેતાએ મોટો આક્ષેપ કર્યો હતો અને કહ્યુ હતુ કે, કાયદાનો દુરુપયોગ થઈ રહ્યો છે. શિક્ષણનો વેપાર અનેક લોકોએ બનાવી દીધો છે. ફીથી લઇને મંજૂરીનો ભ્રષ્ટાચાર મોટો થઈ રહ્યો છે.
આ પણ વાંચો: ભ્રષ્ટાચારીઓમાં ACBના ફફડાટ વચ્ચે ગાંધીનગરની ટીમને 150 રુપિયા ‘લેતો’ ST ડ્રાઇવર હાથ લાગ્યો!
તેઓએ કહ્યુ હતુ કે, RTIનો કાયદો લોકોના ફાયદા માટે છે. પરંતુ લોકો તેનો દુરુપયોગ કરવા લાગ્યા છે. લોકોએ આને ધંધો બનાવી દીધો છે. આરોપીના ઘરેથી દસ્તાવેજો મળ્યા છે. તે કઈ રીતે આરોપીના ઘરે પહોંચ્યા અને સરકારના દસ્તાવેજો કઈ રીતે લીક થયા એ અંગે સવાલ કર્યા છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Latest Videos
દિલ્હી બ્લાસ્ટ બાદ કાલુપુર રેલવે સ્ટેશન પર એલર્ટ !
આ રાશિના જાતકોનો આખો દિવસ લાભદાયી રહેશે, તમારો દિવસ કેવો રહેશે?
કડકડતી ઠંડીમાં ઠુંઠવાશે ! તમારા વિસ્તારમાં કેવું રહેશે વાતાવરણ
દિલ્હી બ્લાસ્ટની ઘટના બાદ રાજકોટ પોલીસે ઠેર ઠેર હાથ ધર્યું ચેકિંગ
