રાજકોટમાં રોગચાળો ફરી વકર્યો, એક જ અઠવાડિયામાં શરદી- ઉધરસના 1900 કેસ નોંધાયા, જુઓ વીડિયો

રાજકોટમાં રોગચાળો ફરી વકર્યો, એક જ અઠવાડિયામાં શરદી- ઉધરસના 1900 કેસ નોંધાયા, જુઓ વીડિયો

| Edited By: | Updated on: Jan 16, 2024 | 4:06 PM

જાન્યુઆરીની શરૂઆતમાં જ રાજકોટ શહેરમાં રોગચાળો ફરી વકર્યો છે અને ફક્ત રાજકોટ જ નહીં સમગ્ર સૌરાષ્ટ્રના દર્દીઓની રાજકોટ સિવિલ ખાતે લાંબી લાઇન લાગી છે. જો છેલ્લા એક સપ્તાહની વાત કરવામાં આવે ત્યારે શરદી-ઉધરસ અને તાવના 1900 કેસ નોંધાયા છે.

જાન્યુઆરીની શરૂઆતમાં જ રાજકોટ શહેરમાં રોગચાળો ફરી વકર્યો છે અને ફક્ત રાજકોટ જ નહીં સમગ્ર સૌરાષ્ટ્રના દર્દીઓની રાજકોટ સિવિલ ખાતે લાંબી લાઈન લાગી છે. જો છેલ્લા એક સપ્તાહની વાત કરવામાં આવે તો શરદી-ઉધરસ અને તાવના 1900 કેસ નોંધાયા છે. આ સાથે જ મેલેરિયા, ચિકનગુનિયા અને ટાઈફોઈડના કેસ પણ સામે આવ્યા છે. તેમજ વધતો રોગચાળો આરોગ્ય વિભાગ માટે મોટો પડકાર બન્યો છે. આ માટે તંત્ર જરૂરી પગલાં લે તે જરૂરી છે.

બીજી તરફ અમદાવાદના વિરમગામમાં આંખની હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન બાદ બેદરકારી સામે આવી છે. મોતિયાના ઓપરેશન બાદ 17થી વઘુ દર્દીઓને આડઅસર થઈ હોવાનું સામે આવ્યુ છે. આ 17 દર્દીઓને મોતિયાના ઓપરેશન બાદ દેખાતુ ન હોવાની ફરિયાદ ઉઠી છે. આ ફરિયાદ બાદ આરોગ્ય વિભાગ દોડતુ થયુ છે. 25 દર્દીએ મોતિયાના ઓપરેશન કર્યુ હતુ. તેમાંથી 17 લોકોને ઓપરેશન બાદ આડ અસર થઈ હતી.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો