હાઇકોર્ટની ફટકાર બાદ ફાયર વિભાગે આપેલી નોટિસને છ કોમર્શિયલ બિલ્ડીંગ ધ્યાને ન લેતા મેટ્રોકોર્ટમાં ફરિયાદ

આ તમામ એકમો એવા છે જેમણે ફાયર વિભાગની નોટિસ ને ધ્યાનમાં લીધી નથી અને ફાયર noc લેવાની પ્રક્રિયા હાથ ધરી નથી. આગામી સમયમાં આ તમામ એકમો ના ચેરમેન સેક્રેટરી વિરુદ્ધ પણ ગુનો દાખલ કરવાની પ્રક્રિયા હાથ ધરી શકે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 04, 2022 | 4:43 PM

રાજ્યમાં વધતી જતી આગની ઘટનાને લઇને હાઈકોર્ટે ચિંતા વ્યક્ત કરી હતી અને ત્યારબાદ ફાયર વિભાગને અનેક સુચનો પણ કર્યા હતા. ત્યારબાદ હાઈ કોર્ટે તમામ કમર્શિયલ એકમોને તાત્કાલિક ધોરણે એનઓસી લેવા માટેની જાણ કરી હતી. ત્યારબાદ વિભાગના ધ્યાને 25 કોમર્શિયલ બેલ્ડિંગ commercial building એવી હતી જેમણે ફાયર એન.ઓ.સી લેવાની બાકી હોય. તે પૈકી ફાયર વિભાગની કામગીરી બાદ 16 એકમો દ્વારા એનઓસી મેળવી લેવામાં આવી જ્યારે ત્રણ એકમોએ એનઓસી મેળવવા માટે અરજી કરી છે.

જોકે હજુ પણ છ એકમો એવા છે જેમણે ફાયર વિભાગની અરજીને ધ્યાને લીધી નથી અને એનઓસી મેળવવાની પ્રક્રિયા શરૂ કરી નથી ત્યારે ફાયર વિભાગ દ્વારા તમામ છ એકમો સામે લાલ આંખ કરવામાં આવી છે. તમામ છ એકમો વિરુદ્ધ મેટ્રો કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી છે. મહત્વનું છે કે પાછલા કેટલાય સમયથી આગ લાગવાની ઘટનાઓ પ્રકાશમાં આવ્યા બાદ હાઈકોર્ટે પણ સખત પણે ફાયર વિભાગને ફટકાર લગાવી હતી અને ત્યારબાદ ફાયર વિભાગ એક્શનમાં આવ્યું હતું.

આ તમામ એકમો એવા છે જેમણે ફાયર વિભાગની નોટિસ ને ધ્યાનમાં લીધી નથી અને ફાયર noc લેવાની પ્રક્રિયા હાથ ધરી નથી. આગામી સમયમાં આ તમામ એકમો ના ચેરમેન સેક્રેટરી વિરુદ્ધ પણ ગુનો દાખલ કરવાની પ્રક્રિયા હાથ ધરી શકે છે.

ફાયર વિભાગની અરજીને ધ્યાનમાં ન લેનાર એકમો પર ધ્યાન આપીએ તો તેમાં

  1. ગોલ્ડન ટ્રાયએન્ગલ- નવરંગપુરા
  2. નારાયણ ચેમ્બર નહેરુ બ્રિજ
  3. શપથ 2 – પકવાન
  4. ટ્રેડ સ્ક્વેર ખોખરા
  5. ગોપાલ ટાવર મણીનગર
  6. પામ આર્કેડ નિકોલ.
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">