Gujarat Election 2022 : દારૂ અંગે નિવેદન આપનાર દાંતાના ભાજપ ઉમેદવાર સામે ફરિયાદ, દોષિત ઠરશે તો ઉમેદવારી થશે રદ્દ !

ગુજરાત વિધાનસભા ચૂંટણી : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં નેતાઓ મત માટે અનેક પ્રકારના હથકંડા અપનાવતા હોય છે. કોઈક સાડીની લહાણી કરે છે તો કોઈક ખાડીમાં તરીને મત માગવા જાય છે તો કોઈક દારૂ વેચવાના વચન આપે છે

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 30, 2022 | 7:45 AM

ગુજરાત એસેમ્બલી ઈલેક્શન 2022 :  બનાસકાંઠાના દાંતાના ભાજપ ઉમેદવાર લાધુ પારગી સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. મતદારોને પ્રલોભન આપતા ચૂંટણી આદર્શ આચારસંહિતાના ભંગ બદલ ફરિયાદ થઈ છે. ‘દારૂ ખોળામાં નહીં ટોપલામાં વેચાવીશ’વાળા નિવેદનને લઈને ઉમેદવારનો વીડિયો વાયરલ થયો હતો. જેના પર દાંતાના મામલતદારે ઉમેદવાર લાધુ પારગી સામે પોલીસ ફરિયાદ કરી છે. લોકપ્રતિનિધિત્વ અધિનિયમ-1951 ની કલમ-123 (ખ) મુજબ ફરીયાદ દાખલ કરવામાં આવી છે. ઉમેદવાર દોષિત ઠરશે તો તેમની ઉમેદવારી પણ રદ થઈ શકે છે.

ગુજરાત ઈલેક્શન 2022 : ચૂંટણી જીત્યા પહેલા ભાજપના દાંતા બેઠકના ઉમેદવાર હવામાં !

બનાસકાંઠાની દાંતા બેઠકના ભાજપ ઉમેદવાર લાધુ પારગીનો એક વિવાદાસ્પદ વીડિયો વાયરલ થયો હતો. દાંતાના કોઈ ગામે ચૂંટણી પ્રચાર દમિયાન લાધુ પારગી ખુલ્લેઆમ દારૂ વેચાવવાનું વચન આપી રહ્યાં હતા. વાયરલ વીડિયોમાં લાધુ પારગીએ કહ્યું હતુ કે હું જીત્યા પછી મહિલાઓ ખોળામાં નહીં ટોપલામાં ખુલ્લેઆમ દારૂ વેચી શકશે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં નેતાઓ મત માટે અનેક પ્રકારના હથકંડા અપનાવતા હોય છે. કોઈક સાડીની લ્હાણી કરે છે તો કોઈક ખાડીમાં તરીને મત માગવા જાય છે તો કોઈક દારૂ વેચવાના વચન આપે છે. બનાસકાંઠાના દાંતામાં ભાજપના કાર્યકરોનો યુવાનોને રૂપિયા આપતા હોવાનો પણ વીડિયો સામે આવ્યો છે. વીડિયો વાયરલ થતા રાજકારણ ગરમાયુ છે.

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">