રામ મંદિરને લઈને CM ભૂપેન્દ્ર પટેલે આપ્યુ મોટુ નિવેદન, કહ્યુ- PM મોદીના નેતૃત્વથી અયોધ્યામાં ઈતિહાસ બનવા જઈ રહ્યો છે- વીડિયો

રામ મંદિરને લઈને CM ભૂપેન્દ્ર પટેલે આપ્યુ મોટુ નિવેદન, કહ્યુ- PM મોદીના નેતૃત્વથી અયોધ્યામાં ઈતિહાસ બનવા જઈ રહ્યો છે- વીડિયો

| Edited By: | Updated on: Jan 04, 2024 | 11:46 PM

રામ મંદિરને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિવેદન આપ્યુ કે આજે પીએમ મોદીના નેતૃત્વમાં અયોધ્યામાં ઈતિહાસ સર્જાવા જઈ રહ્યો છે. 22 જાન્યુઆરીએ એક યુગની મોટી દિવાળી યોજાશે. પ્રભુ શ્રીરામના સ્વાગત માટે પીએમ નરેન્દ્ર મોદીએ ઘરે-ઘરે દીવડા પ્રગટાવવા આહ્વાન કર્યુ છે.

અમદાવાદમાં ઘોડાસરમાં જ઼ગદગુરુ રામભદ્રાચાર્યની રામકથા ચાલી રહી છે. રામભદ્રાચાર્ય 1980થી રામજન્મભૂમિની લડાઈના સાક્ષી રહ્યા છે અને રામ જન્મભૂમિ માટે પોલીસની લાઠીઓ પણ ખાધી છે અને જેલવાસ પણ ભોગવ્યો છે. હાલ રામભદ્રાચાર્યની અમદાવાદમાં રામકથાનું આયોજન કરવામાં આવ્યુ છે ત્યારે આ ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ગુરુવારે આ રામકથામાં ઉપસ્થિત રહ્યા હતા. આ તકે તેમણે જણાવ્યુ કે અયોધ્યામાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વથી અયોધ્યામાં ઈતિહાસ સર્જાવા જઈ રહ્યો છે. 22 જાન્યુઆરીએ એક મોટા યુગની દિવાળી યોજાવાની છે.

સીએમએ વધુમાં જણાવ્યુ કે પીએમ મોદીએ પ્રભુના સ્વાગત માટે આહ્વાન કર્યુ છે ત્યારે આપણે સહુ ઘરે-ઘરે દીવડા પ્રગટાવીશુ. સીએમએ કહ્યુ પીએમ મોદીના નેતૃત્વમાં દેશના આધ્યાત્મિક સ્થળોનું નવનિર્માણ થઈ રહ્યુ છે. આજે વિશ્વના દરેક ક્ષેત્રમાં ભારતે ડંકો વગાડ્યો છે.

આ પણ વાંચો: મોડે મોડે ભાવનગર મનપાને આવ્યુ ડહાપણ, ઈ-વાહનની ખરીદી પર હવે 1.5 ટકા ટેક્સમાંથી મળશે રિબેટ- વીડિયો

આપને જણાવી દઈએ જગદગુરુ રામભદ્રાચાર્ય પીએમ મોદીને તેમના મિત્ર ગણે છે અને પીએમ મોદી પણ તેમને તેમના મિત્ર ગણાવે છે. રામભદ્રાચાર્ય જણાવે છે કે તેઓ 1984થી પીએમ મોદીને ઓળખે છે.

ગાંધીનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો