ગાંધીનગરમાં વિજયાદશમીની ઉજવણી: મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કર્યું શસ્ત્ર પૂજન, જુઓ દ્રશ્યો

ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પણ શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું. શાસ્ત્રોક્ત વિધિ દ્વારા આ પૂજન કરવામાં આવ્યું છે.

નવ દિવસ માતાજીની પૂજા બાદ દસમાં દિવસે વિજયાદશમી ઉજવાય છે. વિજયાદશમી એટલે કે દશેરા. વિજયાદશમી એટલે અસત્ય પર સત્યનો વિજય. આ દિવસે શ્રી રામે રાવણનો વધ કરી અસુરો પર વિજય મળવ્યો હતો. તેથી આ તહેવારને તહેવારને વિજયાદશમી કહેવાય છે. આ ઉપરાંત માતા દુર્ગાના શુંભ-નિશુંભ પર વિજયના ઉપલક્ષ્યમાં વિજયાદશમી ઉજવવામાં આવે છે. પરંપરા મુજબ વિજયાદશમી એટલે અધર્મ પર ધર્મનો વિજય. આસો સુદ દસમના દિવસે દશેરાના પર્વની ઉજવણી કરવામાં આવે છે.

વિજયાદશમી (Vijyadashami 2021) શક્તિની ઉપાસનાનો તહેવાર છે. શક્તિનો અર્થ છે – બળ, સામર્થ્ય અને પરાક્રમ. દરેક વ્યક્તિ પોતાની શક્તિનો ઉપયોગ જુદી જુદી રીતે કરે છે. ત્યાર ભારતમાં આજે આ તહેવારની ઉજવણી થઇ રહી છે. આજે ઘણા વિસ્તારમાં શસ્ત્ર પૂજન પણ કરવામાં આવશે. શત્રુ અને ખરાબ શક્તિ સામે વિજય મેળવવા માટે શાસ્ત્રનું પૂજન કરવામાં આવે છે. ત્યારે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પણ શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું. શાસ્ત્રોક્ત વિધિ દ્વારા આ પૂજન કરવામાં આવ્યું છે. ત્યારે CM દ્રારા પણ શસ્ત્ર પૂજન કરીને વિજયાદશમીની ઉજવણી કરવામાં અવી. સવારે 7.30 કલાકે આ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. બાદમાં પોલીસ અધિકારીઓ CM ને મળવાના હતા. જણાવી દઈએ કે છેલ્લા 20 વર્ષથી આ પૂજા કરવામાં આવે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના સૌ નાગરીકો, ભાઈ-બહેનોને વિજયાદશમી-દશેરા પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. મુખ્યમંત્રીશ્રી નિવાસસ્થાને શસ્ત્ર પૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ શુભકામનાઓ પાઠવતા કહ્યું કે, વિજ્યાદશમી પર્વે શસ્ત્ર પૂજનનો અનેરો મહિમા છે. આસુરી શક્તિ પર દૈવી શક્તિના વિજયના આ ઉત્સવે આપણે સૌએ પણ સદવર્તન, સદાચાર અને સત્યના માર્ગે ચાલીને વિઘટનકારી તત્વોને પરાસ્ત કરી રાષ્ટ્ર-રાજ્યના ઉદયના નિર્માણનું કર્તવ્ય નિભાવવાનું છે.

આ સાથે CM એ ઉમેર્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તેમના મુખ્યમંત્રી કાળ દરમ્યાન વિજ્યાદશમી પર્વે શરૂ કરાવેલી શસ્ત્ર પૂજનની પરંપરામાં આ વખતે સહભાગી થવાની તેમને તક મળી છે. તેનો હર્ષ વ્યક્ત કર્યો હતો. જણાવી દઈએ કે મુખ્યમંત્રીના સલામતી અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ દ્વારા દર વર્ષે વિજયાદશમીએ શસ્ત્ર પૂજન વિધિ મુખ્યમંત્રીશ્રી નિવાસના પ્રાંગણમાં યોજાય છે. આ વર્ષે યોજાયેલી શસ્ત્ર પૂજન વિધિમાં મુખ્યમંત્રીના સલામતી પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયા અને નાયબ પોલીસ અધિક્ષકો, પોલીસ ઇન્સ્પેક્ટરો, સબ ઇન્સ્પેક્ટરો મળીને ૫૦ જેટલા સુરક્ષા કર્મીઓ જોડાયા હતા.

 

આ પણ વાંચો: Surat : મુખ્યમંત્રી બન્યા બાદ ભૂપેન્દ્ર પટેલ પહેલીવાર સુરતમા, વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટોનું કરશે લોકાર્પણ

આ પણ વાંચો: Surat : સુરતમાં બ્લેક ફંગસનો અજીબ કિસ્સો, દર્દીના ફેફસામાં જોવા મળ્યું ઇન્ફેક્શન

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati