ગુજરાત સરકારના પ્રધાનો રામ લલ્લાના દર્શન માટે અયોધ્યા જશે, મુખ્યમંત્રી ત્યાં ત્રણ અલગ અલગ સંમેલન પણ કરશે
ગુજરાત સાથે અયોધ્યાનો અલગ સંબંધ રહ્યો છે.કેટલાક કાર સેવકો ગુજરાતથી અયોધ્યા ગયેલા છે, ત્યારે હવે ગુજરાત સરકારનું મંત્રીમંડળ અયોધ્યા રામ લલ્લાના દર્શન માટે જવાનું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત આખુ મંત્રીમંડળ ભગવાન રામના દર્શન માટે અયોધ્યા જશે.
ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભાની બેઠક મળી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં સરકારના તમામ પ્રધાનોના અયોધ્યામાં રામ લલ્લાના દર્શન કરવા જશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે.સાથે જ અયોધ્યામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અયોધ્યામાં 3 અલગ અલગ સંમેલન કરશે તે અંગે પણ નિર્ણય લેવામાં આવ્યો છે.
અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ બાદ દરેક રાજ્યના મંત્રીમંડળ દર્શન માટે જશે તેવી માહિતી સામે આવી હતી.અલગ અલગ રાજ્યોના મંત્રીમંડળની દર્શન માટેની તારીખ જાહેર થઇ ગઇ હતી. જો કે ગુજરાત સરકારની તારીખ સામે આવી ન હતી. જો કે આજની કેબિનેટ બેઠકમાં ચર્ચા બાદ અંતે રામ લલ્લાના દર્શન માટે 24 ફેબ્રુઆરી 2024ની તારીખ નક્કી કરવામાં આવી છે. 24 ફેબ્રુઆરીએ મુખ્યમંત્રી સહિત સમગ્ર પ્રધાનમંડળ અયોધ્યા જશે. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી, ઉપાધ્યક્ષ જેઠા ભરવાડ તથા દંડકો પણ અયોધ્યા જશે અને ભગવાન રામના દર્શન કરશે.
રાજ્યના પ્રધાનો કરશે ભગવાન રામના દર્શન
ગુજરાત સાથે અયોધ્યાનો અલગ સંબંધ રહ્યો છે.કેટલાક કાર સેવકો ગુજરાતથી અયોધ્યા ગયેલા છે, ત્યારે હવે ગુજરાત સરકારનું મંત્રીમંડળ અયોધ્યા રામ લલ્લાના દર્શન માટે જવાનું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત આખુ મંત્રીમંડળ ભગવાન રામના દર્શન માટે 24 ફેબ્રુઆરીએ અયોધ્યા જશે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અયોધ્યામાં ત્રણ અલગ અલગ સંમેલન પણ કરવાના છે.કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
