અમદાવાદના પાંજરાપોળ વિસ્તારમાં ભેખડ ધરાશાઇ, એક બાળકનું મોત, 4 દટાયેલા શ્રમિકોનું કરાયું રેસ્ક્યુ- વીડિયો

| Edited By: | Updated on: Jan 20, 2024 | 11:49 PM

અમદાવાદના પાંજરાપોળ વિસ્તારમાં ભેખડ ધરાશાઈ થવાની ઘટના સામે આવી. જેમા અચાનક ભેખડ ધસી પડતા એક બાળક સહિત પાંચ શ્રમિકો કાટમાળ નીચે દટાયા હતા. જુના જીએસટી બિલ્ડિંગ નજીક આ દુર્ઘટના સર્જાઈ હતી. ઘટનાને પગલે ફાયર વિભાગ રેસક્યુ કરવા માટે દોડી ગયા હતા.

અમદાવાદમાં પાંજરાપોળ વિસ્તારમાં ભેખડ ધરાશાયી થવાની દુર્ઘટના સામે આવી. આ ભેખડ ધસી પડતા કાટમાળ નીચે પાંચ શ્રમિકો દટાયા હતા તેમજ એક બાળક પણ કાટમાળ નીચે દટાયુ હતુ. ફાયર વિભાગે પાંચ શ્રમિકોનું રેસ્ક્યુ કરી તેમને સારવાર અર્થે ખસેડ્યા હતા. જો કે ભેખડ નીચે દબાયેલા એક કિશોરનું મોત નિપજ્યુ છે.

મળતી પ્રાથમિક માહિતી અનુસાર શહેરના જુના જીએસટી બિલ્ડિંગ નજીક આ દુર્ઘટના સર્જાઈ હતી. ઘટનાની જાણ થતા જ રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી હતી. અને દબાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરાઈ હતી. જો કે તેમા એક બાળકે જીવ ગુમાવ્યો છે. 13 વર્ષના કિશોરનું મોત થયુ છે. હાલ બાળકના મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે જ્યારે અન્ય રેસ્ક્યુ કરાયેલા શ્રમીકોને 108 મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

આ પણ વાંચો: અમદાવાદની શાળાઓ બની રામમય, CTMમાં આવેલ અંગ્રેજી મીડિયમ સ્કૂલમાં વિદ્યાર્થીઓએ રામ, લક્ષ્મણની વેશભૂષામાં કરી ઉજવણી- જુઓ તસ્વીરો

પ્રાપ્ત વિગતો અનુસાર નવનિર્મીત ઈમારતની ભેખડ ધરાશાયી થઈ હતી. જો કે ઘટનાની જાણ થતા જ ફાયરવિભાગ તેમજ રાહત અને બચાવ ટીમ સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.

Input Credit- Harin Matravadia- Ahmedabad

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો