Gandhinagar : લાંચ લેતા રંગેહાથ ઝડપાયો સરકારી કર્મી, ત્રણ દસ્તાવેજના કામ માટે માગી હતી અધધ…..રકમ

ફરિયાદી પાસેથી આરોપી સરકારી કર્મચારીએ ત્રણ દસ્તાવેજ પેટે 18 લાખની લાંચ (Bribery) માગી હતી.વાતચીતના અંતે 11 લાખ આપવાના નક્કી કરાયા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 22, 2022 | 9:55 AM

ગાંધીનગર (Gandhinagar) સબરજીસ્ટ્રાર વર્ગના 3 કર્મચારી (Government Employe)  લાંચ લેતા ઝડપાયા. જીતેન્દ્રકુમાર પટેલ નામના કર્મચારીને 11 લાખ રૂપિયાની લાંચ લેતા રંગેહાથ એસીબીએ ઝડપ્યા છે. ફરિયાદી પાસેથી આરોપી સરકારી કર્મચારીએ ત્રણ દસ્તાવેજ પેટે 18 લાખની લાંચ માગી હતી.વાતચીતના અંતે 11 લાખ આપવાના નક્કી કરાયા હતા.જો કે આ બાબતે ફરિયાદીએ એસીબીને જાણ કરી હતી.જેથી એસીબીએ છટકું ગોઠવ્યું હતું.ત્યારબાદ, ફરિયાદીને રૂપિયા આપી સરકારી કર્મચારીને લાંચ આપવા મોકલ્યા હતા એ પછી રંગેહાથ લાંચ લેતા સરકારી કર્મચારીને એસીબીએ ઝડપી લીધા.

છટકું ગોઠવી લાંચીયા કર્મીને રંગેહાથ ઝડપી લીધો

થોડા દિવસો અગાઉ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ભાદ્રોડ ગામે સ્થળ અભિપ્રાય માટે મહુવા સરકારી કચેરીનાં કલાર્કે રૂપિયા 10 હજારની માંગ કરતાં ફરિયાદીએ ભાવનગર એન્ટી કરપ્શન બ્યુરોને (Corupption Bureau) જાણ કરતાં એસીબીની ટીમે મહુવા તાલુકા પંચાયતની કચેરીના ગ્રાઉન્ડમાં છટકું ગોઠવી લાંચીયા કર્મીને રંગેહાથ ઝડપી લીધો હતો.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">