દાડમનો દાણો જીવ જોખમમાં મુકી શકે છે, દિયોદરમાં દોઢ વર્ષના બાળકનું મોત

| Edited By: | Updated on: Jan 09, 2024 | 5:54 PM

બનાસકાંઠા જિલ્લાના દિયોદરમાં ઘરના આંગણે રમતા રમતા જ એક બાળક મોતને ભેટ્યુ છે. પરિવારમાં જન્મદીવસની ખુશીઓ છવાયેલી હતી અને એ જ દરમિયાન પરિવારના એક બાળકે જીવ ગુમાવતા ખુશીઓ મામતમાં ફેરવાઈ ગઈ હતી. દાડમનો દાણો ગળી જવાને લઈ તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યુ હતુ. પરંતુ ત્યાં બાળકની સારવાર દરમિયાન દોઢ વર્ષના બાળકે જીવ ગુમાવ્યો હતો.

બનાસકાંઠાના દિયોદરમાં ગોઝારી ઘટના બની છે. અહીં આવેલા ગોકુલનગરમાં એક દોઢ વર્ષનું બાળક ઘર આંગણે રમતું હતું અચાનક જ આ બાળકનું મોત થઈ ગયું. ઘટનાની વિગતવાર વાત કરીએ તો. બાળક રમતા-રમતા દાડમનો દાણો ગળી ગયો હતો. જે તેના ગળામાં ફસાઈ ગયો હતો. જેના પગલે બાળકનો શ્વાસ રૂંધાયો હતો.

આ પણ વાંચો: લક્ષદ્વીપના પ્રશાસકે સુંદર સ્થળને વિકસાવતા પહેલા ગુજરાતના આ શહેરની કાયાપલટ કરી હતી, જુઓ

બાળકને તુરંત હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો પરંતુ ત્યાં ફરજ પર રહેલા તબીબોએ દોઢ વર્ષના જૈનીલ તન્ના નામના બાળકને મૃત ઘોષીત કર્યો હતો.આ ઘટના બાળકના પિતરાઈ ભાઈના જન્મદિવસે જ આ ઘટના બની. જેના પગલે પરિવારમાં હાલ માતમનું મોજુ ફરી વળ્યું છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો