સુરતના સરદારધામ દ્વારા મુખ્યપ્રધાનનો અભિવાદન સમારોહ, નવી સરકાર સમન્વય સાથે ચાલે છે : પાટીલ

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પણ, સર્વ સમાજના ઉત્થાનની વાત કરી. ભૂપેન્દ્ર પટેલે જાહેર મંચ પરથી જણાવ્યું કે રાષ્ટ્ર નિર્માણ માટે કોઇ સમાજ આગળ આવશે તો રાજ્ય સરકાર દિલ ખોલીને તેમની મદદ કરશે. વધુમાં તેઓએ ઉમેર્યું કે રાજ્ય સરકાર કોઇ એક સમાજની નથી.

પ્રધાનોને સન્માનમાં મળેલું એક એક ફૂલ, પ્રધાનોને તેમની જવાબદારીની યાદ અપાવે છે.આ નિવેદન આપ્યું છે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે. સુરત ખાતે સરદારધામ દ્વારા આયોજીત અભિવાદન સમારોહમાં હાજર પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યું કે,સન્માનમાં મળેલું એક એક ફૂલ પ્રધાનોને તેમની જવાબદારીનું ભાન કરાવશે.અને સતત એ યાદ અપાવશે કે તેમને સમાજ માટે, રાજ્ય માટે કઇંક કરવાનું છે.

તો મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પણ, સર્વ સમાજના ઉત્થાનની વાત કરી. ભૂપેન્દ્ર પટેલે જાહેર મંચ પરથી જણાવ્યું કે રાષ્ટ્ર નિર્માણ માટે કોઇ સમાજ આગળ આવશે તો રાજ્ય સરકાર દિલ ખોલીને તેમની મદદ કરશે. વધુમાં તેઓએ ઉમેર્યું કે રાજ્ય સરકાર કોઇ એક સમાજની નથી.

દશેરાના દિવસે CM ભૂપેન્દ્ર પટેલ સુરતના પ્રવાસે હતા. ત્યારે તેમણે કલેકટર કચેરી ખાતે સુરતના ધારાસભ્યો, સાંસદ સભ્યો, તાલુકા અને જિલ્લા પંચાયતના સભ્યો તેમજ કાર્યકર્તા સાથે બેઠક યોજી હતી. તંત્ર અને શાશકપક્ષ વચ્ચે સંકલન સાધી અને સરળતાથી લોક ઉપયોગી કાર્યો થાય તેની ચર્ચા કરવામાં આવી. ત્યારે મુખ્યમંત્રીના સુરત પ્રવાસથી અને CM સાથે ચાય પે ચર્ચા થતા કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભકિત, શકિત અને વિજયના પર્વ એવા દશેરાના દિને સુરત શહેર-જિલ્લાને રૂા.237 કરોડના વિકાસકામોની ભેટ આપતા જણાવ્યું હતું કે, છેવાડાના માનવીની સુખાકારી માટે કોઈ વહીવટી ગુંચ ન પડે અને તેમના કામ ઝડપથી થાય તેવા જનહિત કાર્યો કરવાની આ સરકારની નેમ છે.

 

આ પણ વાંચો : અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઐતિહાસિક ઘટના, અંગદાનમાં મળી મોટી સફળતા

આ પણ વાંચો : મહેસાણા : બહુચરાજીમાં માતાજીને ચડાવાયો કિંમતી હાર, હારની કિંમત સાંભળીને તમે ચોંકી જશો

Click on your DTH Provider to Add TV9 Gujarati