છોટા ઉદેપુરની નસવાડી એપીએમસીમાં ખેડૂતોએ ભાવના મુદ્દે ખરીદી પ્રક્રિયાનો વિરોધ કર્યો

છોટા ઉદેપુરના નસવાડી માર્કેટ યાર્ડના કપાસનો પાક વેચવા આવેલા ખેડૂતોનો આક્ષેપ છે કે એપીએમસી દ્વારા ઊંચો ભાવ આપવાની બાંહેધરી સાથે અહિયાં બોલાવવામાં આવ્યા હતા. પરંતુ હજુ સુધી કોઇ વેપારી આવ્યા નથી

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 09, 2021 | 9:22 PM

ગુજ્રરાતમાં(Gujarat)દિવાળીની(Diwali)રજાઓ બાદ મોટાભાગના માર્કેટ યાર્ડ (Market Yard) આજથી શરૂ થયા છે. જેના પગલે આજથી ખેડૂતો પાકને અનુરૂપ અલગ અલગ માર્કેટ યાર્ડમાં પોતાના પાકના વેચાણ માટે જઇ રહ્યા છે. જે અંતર્ગત આજે છોટા ઉદેપુરની(Chota Udepur)નસવાડી (Nasvadi)એપીએમસીમાં કપાસની(Cotton)જાહેર હરાજીનો ખેડૂતોએ વિરોધ કર્યો હતો.

જેમાં ખેડૂતોએ હરાજીમાં બજાર કરતા સારો ભાવ ન મળતા હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમજ ખેડૂતોએ ભાવના મુદ્દે હોબાળો કરતાં
આજે લાભ પાંચમના દિવસે કપાસની ખરીદી શરૂ કરાયાના કલાકોમાં ખરીદી બંધ કરી દેવામાં આવી હતી. તેમજ ખેડૂતોએ ભાવના મુદ્દે થતાં અન્યાયના લઈને સુત્રોચાર કરી કર્યો વિરોધ પ્રદર્શન કર્યું હતું. આજે નસવાડી માર્કેટમાં 150 જેટલા વાહનો કપાસ ભરીને આવ્યા હતા.

છોટા ઉદેપુરના નસવાડી માર્કેટ યાર્ડના કપાસનો પાક વેચવા આવેલા ખેડૂતોનો આક્ષેપ છે કે એપીએમસી દ્વારા ઊંચો ભાવ આપવાની બાંહેધરી સાથે અહિયાં બોલાવવામાં આવ્યા હતા. પરંતુ હજુ સુધી કોઇ વેપારી આવ્યા નથી અને અમને પૂરતો ભાવ પણ મળ્યો નથી. તેમજ અન્ય એક ખેડૂતે આક્ષેપ કર્યો હતો કે રાત્રે 12 વાગેથી લાઇનમાં ઉભા છીએ તેમ છતાં હજુ સુધી કોઇ ભાવ નક્કી થયો નથી તેમજ જે ભાવ આપે છે તે એકદમ ઓછો છે. તેથી અમે પરત જઇ રહ્યાં છીએ.

આ પણ વાંચો :   ગુજરાત સરકારે તમામ યુનિવર્સિટીના કુલપતિ અને ઉપ કુલપતિની સત્તામાં કાપ મૂક્યો

આ પણ વાંચો : દિવાળી વેકેશન બાદ મહેસાણાનું ઉંઝા માર્કેટ યાર્ડ શરૂ થયું, તલ,જીરું અને ઈસબગુલની આવક શરૂ

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">