Chhota Udepur : જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી જળબંબાકારની સ્થિતિ, 6 ઇંચ વરસાદથી ઠેરઠેર પાણી જ પાણી

જિલ્લામાં 6 ઈંચ વરસાદ ખાબક્યો છે. જેને લઈ સમગ્ર પંથક જળબંબાકાર થઈ ગયો છે.અહીં નસવાડીના હાંડલી ગામ નજીક આવેલો લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 25, 2021 | 6:52 PM

Chhota Udepur : જિલ્લામાં 6 ઈંચ વરસાદ ખાબક્યો છે. જેને લઈ સમગ્ર પંથક જળબંબાકાર થઈ ગયો છે.અહીં નસવાડીના હાંડલી ગામ નજીક આવેલો લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. હાંડલી ગામ પાસે વર્ષોથી તૂટેલો લો લેવલનો કોઝવે રિપેર કરવા અથવા નવો બનાવવા ગ્રામજનોએ વારંવાર રજૂઆત કરી હોવા છતાં સમસ્યાનો કોઈ ઉકેલ નથી આવ્યો. ગ્રામજનોનો આક્ષેપ છે કે નસવાડી પંચાયતનો આર એન્ડ બી વિભાગની બેદરકારીના કારણે તેમને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો હોવાથી ગ્રામજનોને 10 કિલોમીટર વધુ અંતર કાપવું પડે છે.

નસવાડીના તાલુકાના બોરખડથી વગુમા, બટુ પ્રસાદી, કમલાવસન જવાનો રસ્તો બંધ થયો છે. બોરખાડ ગામે લો લેવલના કોઝ-વે પર પાણી ફરી વળ્યાં છે. લોકો જીવના જોખમે ધસમસતા પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે.

છોટાઉદેપુર જિલ્લામાં મેઘાવી માહોલ છવાયો છે. છોટાઉદેપુરના ક્વાંટ અને પાવીજેતપુર તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો. ક્વાંટના ડુંગરાળ વિસ્તારમાં ભારે વરસાદથી હેરણ નદીમાં ઘોડાપૂર આવ્યું છે. જિલ્લાની હેરણ, ઓરસંગ અને કવાંટ નદી પણ ગાંડીતૂર બની છે. સમગ્ર પંથકમાં બારે મેઘ ખાંગા થયા હોય તેમ રસ્તા ઉપર અને લોકોના ઘરોમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે.

છોટાઉદેપુરમાં મુશળધાર વરસાદ વરસ્યો છે.. શહેરમાં ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા છે. અહીં પાલિકાની પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે. પાણી ન ભરાવાના દાવા તો ખૂબ કરવામાં આવ્યા હતા. પરંતુ આ તમામ દાવાઓની હવા નીકળી ગઈ છે. નિઝામી સોસાયટી સહિત શહેરના અનેક વિસ્તારોમાં લોકોના ઘરોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. લોકોનું કહેવું છે કે દર વર્ષે આવી જ પરિસ્થિતિનું નિર્માણ થાય છે. દર વર્ષે લોકોનાં ઘરોમાં પાણી ભરાઈ જાય છે. તેમ છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી હાથ ધરવામાં નથી આવતી.

Follow Us:
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
g clip-path="url(#clip0_868_265)">