છોટા ઉદેપુરમાં પાણીના પ્રવાહમાંથી નનામી લઇ જતા લોકોનો વીડિયો સામે આવ્યો

છોટા ઉદેપુરમાં(Chhota Udaipur ) પાણીના પ્રવાહમાંથી નનામી લઇ જતા લોકોનો વીડિયો આવ્યો સામે છે. જેમાં પાવીજેતપુર તાલુકાના નાની બેજ ગામનો વીડિયો છે.

TV9 GUJARATI

| Edited By: Chandrakant Kanoja

Aug 17, 2022 | 8:28 PM

ગુજરાતમાં(Gujarat)  હવામાન વિભાગની ભારે આગાહીના પગલે અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેમાં પગલે અનેક જિલ્લાઓમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. જયારે રાજ્યની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં પણ પાણીની આવક વધી રહી છે.છોટા ઉદેપુરમાં(Chhota Udaipur ) પાણીના પ્રવાહમાંથી નનામી લઇ જતા લોકોનો વીડિયો આવ્યો સામે છે. જેમાં પાવીજેતપુર તાલુકાના નાની બેજ ગામનો વીડિયો છે. તેમજ તૂટેલા કોઝ-વેના(Cause-way)  કારણે ગ્રામજનોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જેમાં તંત્રને અનેક રજૂઆતો છતાં સ્થિતિમાં કોઇ ફેરફાર નથી થયો.

આ દરમ્યાન છોટાઉદેપુરમાં નર્મદા નદીનું પાણી હાફેશ્વર ગામ સુધી પહોંચ્યું છે. તેમજ હાફેશ્વરથી અન્ય ગામોમાં જવા આવવા માટે મુશ્કેલી સર્જાઈ છે. તેમજ કડીપાણીથી હાફેશ્વર વચ્ચેના માર્ગ પર ત્રણ નાળા તૂટયા છે. જેના પગલે ત્ રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

ગુજરાતની જીવાદોરી નર્મદા સરદાર સરોવર ડેમની જળસપાટી 134.35 મીટર પર પહોંચી છે. ડેમમાં 6 લાખ 24 હજાર 418 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જ્યારે 5 લાખ 63 હજાર 324 ક્યુસેક પાણીની ડેમમાંથી જાવક થઈ રહી છે. ડેમના 23 દરવાજા 3.25 મીટર ખોલી 5 લાખ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. રિવરબેડ પાવરહાઉસના 6 ટર્બાઇનથી 44 હજાર 532 ક્યુસેક પાણી નદીમાં છોડાયું છે. કેનાલ હેડ પાવરહાઉસમાંથી 18,792 ક્યુસેક પાણી કેનાલમાં છોડાઈ રહ્યું છે.

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati