આને કહેવાય રાજકીય ખેલદિલી ! સુરતની મજુરા વિધાનસભાના BJP ઉમેદવાર હર્ષ સંઘવીએ કોંગ્રેસના ઉમેદવારને ગળે મળી શુભેચ્છા પાઠવી

TV9 GUJARATI

TV9 GUJARATI | Edited By: Mamta Gadhvi

Updated on: Nov 15, 2022 | 8:42 AM

સુરતના મજુરા વિધાનસભાના ભાજપના ઉમેદવાર હર્ષ સંઘવી અને કોંગ્રેસના ઉમેદવાર બલવંત જૈન ફોર્મ ભરવા એકસાથે પહોંચ્યા હતા. જ્યાં બંને ઉમેદવારો એકબીજાને ગળે મળી શુભેચ્છા પાઠવી હતી.

રાજકારણમાં પક્ષો એકબીજા પર અનેક પ્રહારો કરતા હોય છે. પરંતુ બીજી તરફ રાજકારણ ભૂલીને રાજકીય ખેલદિલી પણ દેખાડતા હોય છે. આવી જ એક ઘટના સુરતમાં સામે આવી છે. સુરતના મજુરા વિધાનસભાના ભાજપના ઉમેદવાર હર્ષ સંઘવી અને કોંગ્રેસના ઉમેદવાર બલવંત જૈન ફોર્મ ભરવા એકસાથે પહોંચ્યા હતા. જ્યાં બંને ઉમેદવારો એકબીજાને ગળે મળી શુભેચ્છા પાઠવી હતી. અને રાજકીય ખેલદિલીની ભાવનાનું ઉત્તમ ઉદ્દાહરણ પુરૂ પાડ્યુ છે.

સુરતની આ બેઠક પર ખરાખરીનો ચૂંટણી જંગ જામ્યો

ગુજરાત ઈલેક્શન 2022:  સુરતની વરાછા બેઠક પર ખરાખરીનો ચૂંટણી જંગ જામ્યો છે. આ બેઠક પરથી ભાજપના કિશોર કુમાર કાનાણીએ ગઈકાલે તેમનું ઉમેદવારી ફોર્મ ભર્યુ હતુ.  કુમાર કાનાણીથી વધુ જાણીતા કિશોર કુમાર કાનાણી ઘોડા પર સવાર થઈને ફોર્મ ભરવા પહોંચ્યા હતા. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને સ્થાનિકો હાજર રહ્યા હતા. કુમાર કાનાણીએ હાજર રહેલા તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો  અને જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

સુરતની વરાછા બેઠક પર પાટીદારોનું પ્રભુત્વ રહ્યુ છે. પાટીદાર અનામત આંદોલનનું એપી સેન્ટર રહેલી વરાછા બેઠક પર ભાજપે સતત ત્રીજીવાર કુમાર કાનાણીને ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે. કુમાર કાનાણી વરાછા બેઠક પરથી 2012થી સતત જીતતા આવ્યા છે. આ વખતે જોવુ રહેશે કે કુમાર કાનાણી જીતના હેટ્રિક લગાવી શકશે કે કેમ.

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati