રાજકોટ વીડિયો : કાલાવડ રોડ પર SOG પોલીસે મોબાઈલ ડ્રગ ટેસ્ટિંગ એનાલાઈઝરથી તપાસ હાથ ધરી

રાજકોટ વીડિયો : કાલાવડ રોડ પર SOG પોલીસે મોબાઈલ ડ્રગ ટેસ્ટિંગ એનાલાઈઝરથી તપાસ હાથ ધરી

| Edited By: | Updated on: Jan 01, 2024 | 10:05 AM

રાજકોટમાં ડ્રગ્સનું સેવન કર્યું છે કે નહીં તેની પણ તપાસ માત્ર 5 જ મિનિટમાં થાય તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. રાજકોટ શહેરમાં પ્રથમવાર ડ્રગ ટેસ્ટિંગ એનાલાઈઝરથી તપાસ થઈ રહી છે.

દેશભરમાં નવા વર્ષની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી છે. પરંતુ 31 ડિસેમ્બરે પાર્ટીની આડમાં નશાકારક પદાર્થનું સેવન ન થાય તેના માટે પોલીસ તંત્ર સજ્જ બન્યું હતુ.તો રાજકોટમાં ડ્રગ્સનું સેવન કર્યું છે કે નહીં તેની પણ તપાસ માત્ર 5 જ મિનિટમાં થાય તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. રાજકોટ શહેરમાં પ્રથમવાર ડ્રગ ટેસ્ટિંગ એનાલાઈઝરથી તપાસ થઈ રહી છે.

31 ડિસેમ્બર અનુસંધાને થઈ રહેલી સઘન તપાસમાં ડ્રગ્સના રવાડે ચઢેલા લોકો સામે પણ ગાળિયો કસાયો હતો.કાલાવડ રોડ પર SOGએ આ અંગે તપાસ હાથ ધરી હતી.આ ડિવાઈઝસથી માત્ર 5 જ મિનિટમાં કોઈ વ્યક્તિએ ડ્રગ્સનું સેવન કરેલું છે કે કેમ તે અંગે જાણ થઈ જાય છે.અને સ્થળ પર જ કાર્યવાહી કરવાના પુરાવા પોલીસને મળી જાય છે. બે દિવસ સુધી આ જ પ્રકારે સઘન તપાસ ચાલતી રહેશે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો