AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બગોદરા-ધંધુકા હાઈવે પરથી સસ્તા સોનાની લાલચમાં ફસાવી છેતરપિંડી આચરતી ટોળકી ઝડપાઈ, LCBની કાર્યવાહી

બગોદરા-ધંધુકા હાઈવે પરથી સસ્તા સોનાની લાલચમાં ફસાવી છેતરપિંડી આચરતી ટોળકી ઝડપાઈ, LCBની કાર્યવાહી

Harin Matravadia
| Edited By: | Updated on: Jan 08, 2024 | 1:01 PM
Share

અમદાવાદ થી ધંધુકા જતા પાંચ શખ્શોને પોલીસે ઝડપી લીધા છે. આરોપીઓ અસલી સોનું બતાવીને નકલી સોનું પધરાવી દેતા હતા. અમદાવાદ રુરલ પોલીસ દ્વારા અસલી સોનાને પણ જપ્ત કરી લઈને તમામની ધરપકડ કરી છે. આરોપીઓ ભાવનગર, કચ્છ, ખેડા અને અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં છેતરપિંડી આચરી હોવાનું ખુલ્યુ છે.

અમદાવાદ રુરલ પોલીસને પાંચ શખ્શોની છેતરપિંડી આચરનારી ટોળકી ઝડપવામાં સફળતા મળી છે. અમદાવાદ રુરલ LCBની ટીમ દ્વારા બગોદરા-ધંધુકા સ્ટેટ હાઈવે પરથી આ ટોળકીને બાતમી આધારે તલાશી લઈને ઝડપી લીધા છે. ટોળકી પાસેથી ઢોળ ચડાવેલ નકલી સોનું પણ મળી આવ્યુ છે અને જેને જપ્ત કરી લેવામાં આવ્યુ છે.

આમ તો રાજ્યમાં અનેક વખત અલગ અલગ જગ્યાઓ પર સસ્તું સોનું આપવાની લાલચ આપી છેતરપિંડી કરતા લોકો પકડાયા છે પરંતુ અમદાવાદ ગ્રામ્ય એસઓજી ની ટીમને સસ્તા સોનાની લાલચે છેતરપિંડી કરતી ગેંગ પકડી પાડી છે. બગોદરાથી ધંધુકા તરફ જતા રોડ ઉપરથી બે અલગ અલગ કારમાં અમુક લોકો શંકાસ્પદ ડુપ્લીકેટ તથા અસલ સોનાના બિસ્કીટો લઈને આવી રહ્યા છે જેની જાણ થતા પોલીસે બંને કારને રોકી હતી અને તપાસ કરતા સાચા અને ખોટા સોનાના બિસ્કીટ મળી આવ્યા હતા. પોલીસે તમામની પૂછપરછ કરતા એક મોટું કૌભાંડ સામે આવ્યું હતું.

કઈ રીતે લોકો સાથે કરતા હતા છેતરપિંડી

શરૂઆતમાં આ ગેંગના સભ્યો કોઈ દલાલો કે વચેટીયા મારફતે લોકોને ઓછા પૈસામાં સોનુ આપવાની લાલચ આપતા હતા. જો સામેનો વ્યક્તિ માની જાય તો તેને સાચુ સોનુ બતાવી પ્રમાણીક રીતે વ્યવહારો કરી વિશ્વાસમાં લેવામાં આવતા હતા. જે બાદ તે વ્યક્તિને વધુ સોનુ ખરીદવા લાલચ આપી મોટી રકમ લઇને ખોટુ સોનુ આપી અથવા સોનું આપ્યા વગર પૈસા મેળવી છેતરપીંડી કરવામાં આવતી હતી. તેમજ લોકો સાથે મિત્રતા કેળવી ભોગ બનનારને લાલચ પ્રલોભન આપી વિશ્વાસમાં લઇ નાની નોટો કે સિક્કાના બદલામાં મોટી નોટો આપવી, મોટી નોટોના બદલામાં સો-સો ની નોટો આપવી, સસ્તુ સોનુ આપવાની લાલચ આપવી સહિતના અલગ અલગ રસ્તાઓ દ્વારા લોકો સાથે છેતરપિંડી કરતા હતા અને છેતરાયેલા લોકો પાસેથી રોકડ રકમ પણ મેળવી લેતા હતા.

કોણ કોણ છે આ ગેંગના સભ્યો

પોલીસે અલગ અલગ બે કાર માંથી પાંચ જેટલા લોકોની ધરપકડ કરી છે તેમાં ભુજનો શેરખાન ઉર્ફે સુલતાન ઉર્ફે મામા અલીમોહમદ, બાવળાનો શક્તિસિંહ ગોહીલ, વિષ્ણુભાઇ ઉર્ફે લાલો મસાણી, અંકીત જગદીશભાઈ પારેખપ્રકાશકુમાર ઉર્ફે ભાણો તેમજ અરવલ્લીનાં બાબુભાઇ લાંન્ચાની ધરપકડ કરી છે.
પોલીસને પાંચ આરોપીઓ પાસેથી 3 નંગ અસલ સોનાના બિસ્કીટ જેનો વજન કુલ 300 ગ્રામ અને તેની કિંમત 18,99,000 છે..
ખોટા અન્ય ધાતુના સોનાનો વરખ ચડાવેલ118 નંગ બિસ્કીટ કે જેની કિંમત 2,84,000 થાય છે. આ ઉપરાંત 6 મોબાઈલ, રોકડ, બે કાર સહિત કુલ
24 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.

શું છે આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ

આરોપી શેરખાન ઉર્ફે સુલતાન ઉર્ફે મામા અલીમોહમદ વિરૂધ્ધ નીચે ભુજ, નખત્રાણા, સરખેજ, ગારીયાધાર, ડી.સી.બી. પોલીસ સ્ટેશન સહિતના અલગ અલગ પોલીસ મથકોમાં અગાઉ ફરિયાદો નોંધાઈ ચૂકી છે.
તેમજ ખેડા જીલ્લામાં લોન ઉપર ટ્રેક્ટર મેળવી ચિટીગના ગુનામાં પણ પકડાયેલ છે.
આરોપી શેરખાને પોલીસ પાસે કબૂલાત કરી છે કે તેણે રાજકોટ, પાટણ, દિલ્લી, અને મુંબઇના રહેવાસીઓ સાથે ગોલ્ડ ચીંટીગ કરેલું છે.

આ પણ વાંચોઃ ભારતના આ સુંદર પ્રદેશમાં પૂર્વ મંજૂરી વિના ત્યાંની ધરતી પર પગ પણ મુકી શકાતો નથી, જાણો

પોલીસની જાહેર જનતાને અપીલ

પકડાયેલા આરોપીઓ માંથી કોઈ પણ આરોપીઓએ કોઇ પણ સાથે આવા પ્રકારની છેતરપીંડી આચરેલ હોય તો નજીકના પોલીસ સ્ટેશન અથવા એસ.ઓ.જી. અમદાવાદ ગ્રામ્યનો સંપર્ક કરવા વિનંતી છે. તેમજ આવા પ્રકારની કોઇપણ લાલચમાં નહિ પડવા જાહેર જનતાને અપીલ કરાઈ છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published on: Jan 07, 2024 08:20 PM
g clip-path="url(#clip0_868_265)">