Tapi: વ્યારા ખાતે ઓક્સિજન ટ્રાન્ઝિટ કેમ્પ ચાલુ કરવામાં આવ્યો, ઘરે સારવાર લેતા દર્દીઓને મફત ઓક્સિજન અપાશે

દર્દીઓને હોસ્પિટલમાં બેડ નથી મળી રહ્યા સાથે જ ઓક્સિજનની પણ જરૂરિયાત વધતા અછત સર્જાઈ છે. આવા સમયે તાપીના વ્યારા ખાતે ઓક્સિજન ટ્રાન્ઝિટ કેમ્પ ચાલુ કરવામાં આવ્યો છે.

  • TV9 Webdesk13
  • Published On - 15:37 PM, 3 May 2021

દિવસેને દિવસે કોરોના પોઝિટીવ દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. દર્દીઓને હોસ્પિટલમાં બેડ નથી મળી રહ્યા સાથે જ ઓક્સિજનની પણ જરૂરિયાત વધતા અછત સર્જાઈ છે. આવા સમયે તાપીના વ્યારા ખાતે ઓક્સિજન ટ્રાન્ઝિટ કેમ્પ ચાલુ કરવામાં આવ્યો છે. પોષિક ચેરીટેબલ ટ્રસ્ટ અને વ્યારા મિત્ર મંડળ યુ.એસ.એનો સેવાયજ્ઞ છે. ઘરે સારવાર લેતા ઓક્સિજનની જરૂરિયાતવાળા દર્દીઓને મફત ઓક્સિજન આપવામાં આવશે.