Gujarati VIDEO : વલસાડના વાતાવરણમાં પલટો, ગાજવીજ સાથે ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ થતા ખેડૂતોની વધી ચિંતા

TV9 GUJARATI

|

Updated on: Mar 16, 2023 | 12:16 PM

વલસાડ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના વાતાવરણમાં પલટો આવ્યો છે. માવઠાને પગલે હાલ ખેડુતોને પાક નુકશાનની ભિતી સેવાઈ રહી છે.

હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે વલસાડ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના વાતાવરણમાં પલટો આવ્યો છે. માવઠાને પગલે હાલ ખેડુતોને પાક નુકશાનની ભિતી સેવાઈ રહી છે.

કમોસમી વરસાદ થતાં પાકને નુકસાન થવાની ભીતિ

તો આ તરફ બોટાદ જિલ્લામાં ભારે પવન અને કડાકા સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો. સમગ્ર જિલ્લામાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ છવાયું હતું અને સાંજના સમયે અચાનક ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ ખાબક્યો હતો. ઉનાળા પહેલા જ બોટાદમાં ચોમાસા જેવો માહોલ છવાયો ગયો હતો. તો બીજી તરફ કમોસમી વરસાદ થતાં પાકને નુકસાન થવાની ભીતિ છે.

હવામાન વિભાગનુ માનીએ તો અમદાવાદ, ગાંધીનગર, સુરત સહિતના જિલ્લામાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. તેમજ પાટણ, મહેસાણા, તાપી, ડાંગ, નવસારીમાં પણ છૂટોછવાયો વરસાદ પડે તેવી શક્યતા છે. જ્યારે સુરેન્દ્રનગર, જૂનાગઢ, ભાવનગર, બોટાદમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉપરાંત વરસાદ સાથે 40 કિમીની ઝડપે પવન ફુંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જેને કારણે ધરતીપુત્રોની મુશ્કેલીમાં વધારો થયો છે.

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati