કેન્દ્ર સરકાર યુવાઓ માટે નવી યોજનાઓ લાવી રહી છે : તેજસ્વી સુર્યા

અમદાવાદ આવેલા ભાજપ યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ તેજસ્વી સૂર્યાએ પીએમ મોદીના યુવાનોના વિઝન અંગે માહિતી આપી હતી. તેમજ કહ્યું હતું કે સરકાર યુવાનોને નવા નવા રોજગાર ઉપલબ્ધ કરાવવા માટે કટીબદ્ધ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 18, 2021 | 7:42 AM

ભાજપ(BJP)ના રાષ્ટ્રીય યુવા મોરચાના પ્રમુખ તેજસ્વી સુર્યા(Tejasvi Surya ))શુક્રવારે અમદાવાદમાં (Ahmedabad)હતા. આ પ્રસંગે તેમણે સરકાર દ્વારા યુવાનો માટે થઇ રહેલા કાર્યોને વર્ણવ્યા હતા. તેમણે સ્ટાર્ટઅપ ઇન્ડિયા, બેરોજગારી પર સરકારના વિઝન વિશે માહિતી આપી હતી. તેમણે  કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પર પણ પ્રહારો કર્યા.

તેમણે રાહુલ ગાંધીની મંદિર મુલાકાત પર સવાલો ઉઠાવતા રાહુલ ગાંધીને સલાહ પણ આપી કે તેઓ માત્ર ચૂંટણી સમયે જ મંદિરોના દર્શને ન જાય અને ચૂંટણી સિવાયના દિવસોમાં પણ મંદિરે દર્શને જાય.

ભાજપ યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ તેજસ્વી સૂર્યાએ પીએમ મોદીના યુવાનોના વિઝન અંગે માહિતી આપી હતી. તેમજ કહ્યું હતું કે સરકાર યુવાનોને નવા નવા રોજગાર ઉપલબ્ધ કરાવવા માટે કટીબદ્ધ છે. તેમજ દેશના યુવાનો વધુને વધુ તકો મળે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે.

આ પણ વાંચો :અમદાવાદ મનપાની બે બેઠકોની પેટા-ચૂંટણી માટે ભાજપે ઉમેદવાર જાહેર કર્યા, શનિવારે ફોર્મ ભરશે

આ પણ વાંચો : કચ્છની સરહદ ડેરીએ પીએમ મોદીના જન્મદિને આપી પશુપાલકોને આ ભેટ

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">