નાણાકીય ગેરરીતિ મામલે IAS કે. રાજેશની વધી શકે છે મુશ્કેલી, શું હવે ED પણ ગાળિયો કસશે ?

IAS કનકપતિ રાજેશ મૂળ આંધ્રપ્રદેશના(Andhrapradesh) વતની છે અને 2011 બેચના ગુજરાત કેડરના IAS છે. કે.રાજેશ સામે કેટલાક લોકોએ કથિત જમીન સોદા કૌભાંડમાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો છે.

TV9 GUJARATI

| Edited By: Mamta Gadhvi

May 25, 2022 | 12:52 PM

Surendranagar : જમીન સોદા કૌભાંડના આરોપમાં કોર્ટના આદેશ બાદ CBI દ્વારા ગુજરાત કેડરના આઈએએસ કે. રાજેશની (IAS K Rajesh) ધરપકડ કરવામાં આવી છે.કરોડોની નાણાકીય ગેરરીતિ મામલે CBI એ IAS પર સકંજો કસ્યો છે. ત્યારે હવે સુત્રો તરફથી મળતી માહિતી મુજબ ED દ્રારા આ કેસની તપાસ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે CBI એ કે. રાજેશના કથિત મધ્યસ્થી રફિક મેમણની પણ સુરતથી ધરપકડ કરી છે. મહત્વનું છે કે CBI કોર્ટે CBIને સવાલ કર્યો હતો કે 98 હજારની લાંચ લેનારની ધરપકડ કરવામાં આવી હોય તો…3 લાખની લાંચ લેનાર અધિકારીની ધરપકડ કેમ કરવામાં આવી નહીં ? જેના પગલે CBI એ કે. રાજેશ પર સંકજો કસ્યો છે. ઉપરાંત સુરતથી(Surat) પકડાયેલા રફિક મેમણના 1 દિવસના રિમાન્ડ પણ મંજુર કરવામાં આવ્યા હતા.

હવે ED પણ કરશે તપાસ  ?

તમને જણાવી દઈએ કે, સુરેન્દ્રનગરના પૂર્વ સાંસદ સોમા પટેલે (Soma Patel) 10 દિવસ પહેલાં જ સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર વિરૂદ્ધ લેટરબોમ્બ ફોડ્યો હતો. સોમા પટેલે 11 મેએ 27 મુદ્દા સાથેનો 15 પાનાંનો એક પત્ર લખી કે.રાજેશની (IAS K Rajesh Case) નાણાકીય ગેરરીતિનો ઘટસ્ફોટ કર્યો હતો. આ પત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને લખવામાં આવ્યો હતો સાથે જ કે.રાજેશ વિરૂદ્ધ CBI તપાસની પણ માગ કરી હતી.

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati