Vadodara Video: મહાઠગ મયંક તિવારીના ઘરે CBIની પૂછપરછ, ડૉક્ટરને ધમકી આપવાના કેસમાં કાર્યવાહી

Vadodara Video: મહાઠગ મયંક તિવારીના ઘરે CBIની પૂછપરછ, ડૉક્ટરને ધમકી આપવાના કેસમાં કાર્યવાહી

| Edited By: | Updated on: Oct 18, 2023 | 4:13 PM

વડોદરાના ન્યુ સમા રોડ પર આવેલી રાંદલધામ સોસાયટીમાં CBIની ટીમ ત્રાટકી છે અને મયંક તિવારીના ઘરે હાજર પરિવારજનોની CBI પૂછપરછ કરી રહી છે. વડોદરાના મહાઠગ મયંક તિવારીએ PMOના નકલી અધિકારી બનીને તબીબને ધમકી આપી હતી.આ કેસમાં CBIએ મયંક તિવારી સામે કેસ દાખલ કર્યો છે. મયંક તિવારીએ વિનાયક આઈ હોસ્પિટલના ડૉક્ટર પ્રણયનો પક્ષ લીધો છે. 16 કરોડના વિવાદને પતાવવા માટે મયંક તિવારીએ રૂપિયા પડાવવાનો કારસો રચ્યો હતો.

Vadodara : મહાઠગ મયંક તિવારી (Conman Mayank Tiwari) દ્વારા વડોદરામાં PMOના નકલી અધિકારી બનીને તબીબને ધમકી આપવાના કેસમાં CBIની ટીમ સક્રિય થઇ છે. CBIની ટીમ મહાઠગ મયંક તિવારીના ઘરે પહોંચી હતી અને પૂછપરછ શરુ કરવામાં આવી છે. મહાઠગ મયંક નકલી PMO અધિકારી બનીને દેશની અગ્રણી હોસ્પિટલના ડૉક્ટરને ધમકી આપતો હતો.

આ પણ વાંચો-Sabarkantha: હિંમતનગરને સ્વચ્છ બનાવવા અભિયાન, 5000 ડસ્બીન વેપારીઓને વિતરણ કરાયા, જુઓ Video

વડોદરાના ન્યુ સમા રોડ પર આવેલી રાંદલધામ સોસાયટીમાં CBIની ટીમ ત્રાટકી છે અને મયંક તિવારીના ઘરે હાજર પરિવારજનોની CBI પૂછપરછ કરી રહી છે. વડોદરાના મહાઠગ મયંક તિવારીએ PMOના નકલી અધિકારી બનીને તબીબને ધમકી આપી હતી.આ કેસમાં CBIએ મયંક તિવારી સામે કેસ દાખલ કર્યો છે. મયંક તિવારીએ વિનાયક આઈ હોસ્પિટલના ડૉક્ટર પ્રણયનો પક્ષ લીધો છે. 16 કરોડના વિવાદને પતાવવા માટે મયંક તિવારીએ રૂપિયા પડાવવાનો કારસો રચ્યો હતો.

આ પૂર્વે મહાઠગ મયંક તિવારીએ વાઘોડિયાની પારૂલ યુનિવર્સિટીના સંચાલકને પણ છેતરવાનો પ્રયાસ કર્યો હતો. શિક્ષણ ક્ષેત્રે રિસર્ચ પ્રોજેકટ માટે સરકારની મંજૂરી અપાવવાનો વાયદો આપ્યો હતો. જે કેસમાં વડોદરા ગ્રામ્ય પોલીસે ઠગબાજ મયંક તિવારીની ધરપકડ પણ કરી હતી.

વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો