Vadodara : પોર નજીક સર્જાયેલા અકસ્માતનો વીડિયો આવ્યો સામે, જુઓ LIVE અકસ્માત !

વીડિયોમાં જોઈ શકાય છે કે, જાનૈયા ભરેલો ટેમ્પો વળાંકમાં પહોંચે છે ત્યારે અચાનક જ ટેમ્પોચાલક (Accident) કાબૂ ગુમાવે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 28, 2022 | 8:53 AM

Video : વડોદરામાં(Vadodara)  પોર નજીક સર્જાયેલા અકસ્માતનો(Accident)  વીડિયો સામે આવ્યો છે. પોરમાં જાનૈયા ભરેલો ટેમ્પો પલટતા 20 લોકોને ઈજા પહોંચી હતી.જેમાંથી ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, જાનૈયા ભરેલો ટેમ્પો વળાંકમાં પહોંચે છે ત્યારે અચાનક જ ટેમ્પોચાલક કાબૂ ગુમાવે છે. આ દરમિયાન ટેમ્પામાં બેસેલા લોકો એક તરફ પટકાય છે. અકસ્માત (Road Accident) સર્જાતા જ અફરા-તફરી મચી જાય છે.

જાનૈયાને નડ્યો અકસ્માત

શુક્રવારે અમદાવાદના માધુપુરા મોજડી બજારમાં રહેતો એક સીસોદીયા પરિવાર જાન લઈને ડીસા ગયો હતો. લગ્ન વિધિ પૂર્ણ કરી ગત રાત્રે જાન પરત આવવા નીકળી હતી. અને તે જાન લઈને પરત આવતા અકસ્માત નડ્યો હતો. જે અકસ્માતમાં વરરાજા સહિત 20થી વધુ લોકો ઘાયલ થયા હતા.

વરરાજા તેના પિતા સહિત પરિવારજનો ઘાયલ

ઘાયલ વરરાજા દિનેશ શ્યામભાઈ સીસોદીયાના જણાવ્યા પ્રમાણે તેઓ પ્રાઇવેટ બસમાં જાન લઈને પરત આવતા હતા. ત્યારે અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માત સર્જાતા બસ ચાલક ફરાર થઈ ગયો હતો. જે અકસ્માતની ઘટનામાં બસમાં 50 લોકો હતા જે માંથી 20થી વધુ લોકો ઘાયલ થયા હતા. જેમાં 15 જેટલા ઘાયલને અસારવા સિવિલમાં લાવવા આવ્યા અને સારવાર આપવામાં આવી હતી.ઈજાગ્રસ્ત થયેલામાં વરરાજા તેના પિતા, બે બહેન સહિત પરિજનોનો સમાવેશ થાય છે. જેમાં એક બહેનને દોઢ વર્ષની બાળકી પણ છે. જેનો આબાદ બચાવ થયો હતો. વરરાજાની માતા અને પત્નીને સામાન્ય ઇજા પહોંચી હતી

Follow Us:
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
g clip-path="url(#clip0_868_265)">