Surat : અઢી વર્ષના બાળકને બંને આંખમાં મોતિયો ! ડોકટરે સફળ ઓપરેશન કરી નવી રોશની આપી

અઢી વર્ષના બાળકની સારવાર સુરતની જૂની સિવિલ હોસ્પિટલ (Surat Civil Hospital) ખાતે ડોક્ટર રિશી માથુર દ્વારા કરવામાં આવી હતી.

Baldev Suthar
| Edited By: | Updated on: May 14, 2022 | 9:42 AM

સુરત શહેર (Surat City) હંમેશા કોઈ પણ બાબતે સિદ્ધિ હાંસલ કરવા માટે આગળ પડતુ રહે છે. સામાન્ય રીતે નાના બાળકોમાં ભાગ્યે જ જોવા મળતી આંખના મોતિયાની( Cataract surgery) બીમારી જોવા મળતી હોય છે, ત્યારે આવો જ એક કિસ્સો સુરતથી સામે આવ્યો છે. સુરત શહેરમાં માત્ર અઢી વર્ષના બાળકની બંને આંખે મોતીયો થયો હોવાનું નિદાન થયું હતુ, જેને મેડિકલને (Medical) ભાષામાં ડેવલપમેન્ટ કૅથરેક કહેવામાં આવે છે.

સફળ સર્જરીના કારણે બાળકને નવી રોશની મળી

આ અઢી વર્ષના બાળકની સારવાર સુરતની જૂની સિવિલ હોસ્પિટલ (Surat Civil Hospital) ખાતે ડોક્ટર રિશી માથુર દ્વારા કરવામાં આવી હતી. આમ તો સામાન્ય રીતે બાળક પાંચ વર્ષથી મોટું થાય ત્યારે મોતિયા ના લક્ષણો દેખાય છે પરંતુ આ એક યુનિક કેસ હોવાનો જૂની સિવિલ હોસ્પિટલના ડોક્ટર માથુરે દાવો કર્યો છે. ખાનગી હોસ્પિટલમાં આ પ્રકારની સર્જરીનો ખર્ચ દોઢથી બે લાખ રૂપિયા થતો હોય છે જ્યારે સિવિલમાં આ સર્જરી વિનામુલ્યે કરવામાં આવી છે.આ સફળ સર્જરીના(Eye Surgery)  કારણે હાલ બાળકના આંખને નવી રોશની મળી છે.

સામાન્ય રીતે આંખની (Eyes) મોટા ભાગે બીમારી નવા જન્મેલા દસ હજાર બાળકોમાં ત્રણ ચાર બાળકોને આ પ્રકારની બીમારી જોવા મળતી હોય છે. સુરતના લક્ષીતને થયેલ આ મોતિયો પણ તેમાંનો જ એક કિસ્સો છે. જન્મ સમયે આ બીમારીની જાણ બાળકના માતાપિતાને પણ નહોતી. પરંતુ જ્યારે બાળક ચાલવાનું શીખ્યું ત્યારે તે કોઈક વસ્તુ સાથે અથડાય કે પડી જાય ત્યારે તેમને ખ્યાલ આવે છે કે તેને આ પ્રકારે આંખ નો મોતિયો છે.

નાના બાળક પર આ પ્રકારની સર્જરી ખૂબ જટિલ

ઉપરાંત નાના બાળક પર આ પ્રકાર ની સર્જરી ખૂબ જટિલ હોય છે કારણ કે બાળકની તમામ પ્રકારની તપાસ કર્યા બાદ જ સર્જરી માટે તૈયાર કરવું પડે છે. તમને જણાવી દઈએ કે, પુખ્ત વયના લોકોના મોતિયાના ઓપરેશન ખુબ સરળ હોય છે અને આધુનિક ટેકનોલોજીથી ખૂબ સરળતાથી આ ઓપરેશન પાર પાડવામાં આવે છે પરંતુ માત્ર અઢી વર્ષના બાળકનું ઓપરેશન એ ખૂબ જ જટિલ ઓપરેશન ગણાય છે, કારણ કે બાળકની આંખની કીકીની સાઈઝ તેની સાથે સાથે આંખ નો પડદો વગેરે…ના કારણે અમુક પ્રકારની મુશ્કેલી સર્જાતી હોય છે. ખાનગી હોસ્પિટલમાં જે ઓપરેશનનો ખર્ચ લાખ રૂપિયામાં થાયા છે એ જ ઓપરેશન સુરતની જૂની સિવિલ હોસ્પિટલમાં વિનામૂલ્યે કરવામાં આવ્યું છે.

તમને જણાવવું રહ્યું કે, લક્ષિતના પિતા પવન કાયત ટેક્સટાઇલ માર્કેટ (Textile Market)વિસ્તારમાં નોકરી કરે છે અને આર્થિક રીતે સદ્ધર પણ નથી.આ દરમિયાન ભાજપના કોર્પોરેટર દિનેશ રાજપુરોહિત અને નર્સિંગ વિભાગના પ્રમુખ ઈકબાલ કડીવાલાની મદદથી જૂની સિવિલ હોસ્પિટલ ખાતે લક્ષિતનું આંખના મોતિયાનું ઓપરેશન સફળતાપૂર્વક કરવામાં આવ્યું છે.

Follow Us:
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર નિયંત્રણ રાખવું
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર નિયંત્રણ રાખવું
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાએ જયપુરમાં રાજવી પરિવાર સાથે કરી મુલાકાત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાએ જયપુરમાં રાજવી પરિવાર સાથે કરી મુલાકાત
g clip-path="url(#clip0_868_265)">