અમદાવાદ વીડિયો : માંડલ અંધાપાકાંડને લઇને મોટા સમાચાર, સારવાર હેઠળના 4 દર્દીઓ પોતાની દ્રષ્ટિ ગુમાવે તેવી શક્યતા
અમદાવાદના માંડસ અંધાપાકાંડને લઈને મોટા સમાચાર આવ્યા છે. સારવાર હેઠળના 4 દર્દીઓ પોતાની દ્રષ્ટી ગુમાવે તેવી શક્યતા છે. તેમજ 5 દર્દીઓની તબિયત સુધારા પર હોવાથી ડિસ્ચાર્જ કરાયા છે.
અમદાવાદના માંડસ અંધાપાકાંડને લઈને મોટા સમાચાર આવ્યા છે. સારવાર હેઠળના 4 દર્દીઓ પોતાની દ્રષ્ટી ગુમાવે તેવી શક્યતા છે. તેમજ 5 દર્દીઓની તબિયત સુધારા પર હોવાથી ડિસ્ચાર્જ કરાયા છે. બીજી તરફ 8થી 9 દર્દીની આંખમાં દુખાવો બંધ થયો છે. અને સ્થિતિ સુધારા પર છે. અંધાપાકાંડના 20 દર્દીઓ અમદાવાદની સિવિલમાં દાખલ કરાયા.બીજી તરફ 12 દર્દીઓને આંખમાં દુખાવો અને પાણી પડતુ હોવાની ફરિયાદ છે. મોતીયાના ઓપરેશન પછી ચેપ લાગ્યો હોવાનું તબીબોએ તારણ કર્યુ છે.
શું હતી સમગ્ર ઘટના
અમદાવાદના માંડલની રામાનંદ આંખની હોસ્પિટલમાં 10 જાન્યુઆરીના રોજ 28 દર્દીના મોતિયાના ઓપરેશન કરાયા હતા.જો કે બાદમાં 17 દર્દીઓ તરફથી દેખાતુ ન હોવાની ફરિયાદ ઉઠી હતી, ત્યારે 17 જિંદગીઓની આંખની રોશની જતી રહ્યા બાદ આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઇ છે. આ વચ્ચે હાઇકોર્ટે પણ આ ઘટના પર નારાજગી દર્શાવી સુઓમોટો પિટિશન દાખલ કરી હતી.
