DAHOD : શિષ્યવૃત્તિના નામે ગરીબ વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી, જાણો શું છે સમગ્ર મામલો

Scholarship Scam : વિદ્યાર્થીઓને અભ્યાસ માટે 5 થી 10 હજાર રૂપિયાની સહાય આપવા માટેનો મેસેજ એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટના નામે ફરી રહ્યો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 04, 2021 | 7:21 PM

DAHOD : દાહોદમાં શિષ્યવૃત્તિના નામે ગરીબ વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી થયાની ઘટના સામે આવી છે. દાહોદ જિલ્લામાં શિક્ષણ સહાય નામે રૂપિયા પડાવવાનું કૌભાંડ બહાર આવ્યું છે. દાહોદ જિલ્લાના 1500થી વધુ વિદ્યાર્થીઓ સાથે સરકારી સહાયના નામે છેતરપિંડી થઇ છે. ઘટનાની વાત કરીએ તો, વિદ્યાર્થીઓને અભ્યાસ માટે 5 થી 10 હજાર રૂપિયાની સહાય આપવા માટેનો મેસેજ એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટના નામે ફરી રહ્યો હતો.મેસેજ પ્રમાણે પ્રત્યેક વિદ્યાર્થી દીઠ સંસ્થાએ 100 રૂપિયાનો મની ઓર્ડર મગાવ્યો હતો અને આ વિદ્યાર્થીઓ મનીઓર્ડર કરી પોતાના આધારકાર્ડ સહિતના કાગળોને લઇને સહાય માટે પોસ્ટ ઓફિસ પહોંચ્યા હતા. જો કે, પોસ્ટ ઓફિસ પર ગયા બાદ વિદ્યાર્થીઓને છેતરાઇ ગયાનો અનુભવ થયો હતો.

આ અંગે સંજેલી પોસ્ટ ઓફીસના અધિકારી જે ડી ભુરીયાએ જણાવ્યું કે સંજેલી પોસ્ટ ઓફીસ ખાતે પાછલા 15 દિવસ દરમિયાન વિદ્યાર્થી એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ, નડિયાદના નામે આશરે 700 જેટલા રજીસ્ટર એડી થયેલ છે.

આ સમગ્ર મામલે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ જણાવ્યું, ” હું મીડિયાના માધ્યમથી અપીલ કરું છું કે અમારે ત્યાં જે સરકારી પ્રાથમિક શાળામાં જે ભણતા બાળકો છે, જેમાં SC,ST, અને OBC એટલે કે બક્ષીપંચના બાળકોની દરખાસ્ત જે તે બાળકોની શાળામાંથી જ જે તે ડીપાર્ટમેન્ટમાં થાય છે. આવી કોઈ થર્ડ પાર્ટી કે કોઈ NGOને આવી રીતે એ એલાઉ કરતા નથી. આપણા માધ્યમથી દાહોદ જિલ્લાના નાગરિકોને વિનંતી કરું છું કે આવી ખોટી પ્રલોભનોની લાગણીમાં કે આવેશમાં આવીને કોઈ અરજી ન કરે અને કોઈ ખોટા પૈસા ગેરમાર્ગે ન વાપરે.”

આ પણ વાંચો : સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત ગાંધીનગર-અમદાવાદ વચ્ચે ડીસેમ્બર માસથી દોડશે ઇલેક્ટ્રિક બસો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">