છોટાઉદેપુર નકલી સરકારી કચેરી ઊભી કરવાના કેસનો રેલો વડોદરા સુધી પહોંચ્યો, પોલીસે તપાસ શરૂ કરી
પોલીસે વડોદરામાં તાંદલજા સ્થિત બસેરા સોસાયટીના ઘરેથી મહત્વના દસ્તાવેજ મળી આવ્યા છે. છોટાઉદેપુર પોલીસને લેપટોપ, કોમ્પ્યુટર અને પેન ડ્રાઈવમાંથી મહત્વના પુરાવા મળવાની સંભાવના છે. આ ઝડપેલા તમામ ઈલેક્ટ્રોનિક ગેઝેટ FSLમાં તપાસ માટે મોકલવામાં આવશે.
છોટાઉદેપુરમાંથી નકલી સરકારી કચેરીના કેસમાં પોલીસે આરોપીના ઘરે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. વડોદરાના ઈલોરા પાર્કના મુદ્રા કોમ્પ્લેક્સમાં સૈયદ અબૂબકરના ઘરે તપાસ દરમિયાન લેપટોપ અને પેન ડ્રાઈવ મળી આવી છે. તો બાજુમાં જ આવેલી અબૂબકરની ઓફિસમાંથી કેટલાક ઈલેક્ટ્રોનિક ડિવાઈસ કબ્જે લીધા છે.
આ પણ વાંચો Vadodara Video : યુવકનું અપહરણ કરનાર પોલીસ સકંજામાં, જાણો શા માટે કર્યુ હતુ અપહરણ
આ ઉપરાંત તાંદલજા સ્થિત બસેરા સોસાયટીના ઘરેથી મહત્વના દસ્તાવેજ મળી આવ્યા છે. જ્યારે સંદીપ રાજપૂતના છાણી સ્થિત ઘરેથી કોમ્પ્યુટર, સીપીયુ, લેપટોપ જપ્ત કર્યા છે. છોટાઉદેપુર પોલીસને લેપટોપ, કોમ્પ્યુટર અને પેન ડ્રાઈવમાંથી મહત્વના પુરાવા મળવાની સંભાવના છે. આ ઝડપેલા તમામ ઈલેક્ટ્રોનિક ગેઝેટ FSLમાં તપાસ માટે મોકલવામાં આવશે.
