RAJKOT : મોંઘીદાટ કારની પળભરમાં ઉઠાંતરી, પાર્ક કરેલી કાર ગઠીયો ચોરી ગયો, જુઓ વિડીયો

Car theft in Rajkot : રાજકોટમાં આ પેહલા પણ હાઈફાઈ કાર ચોરીનું મોટું રેકેટ પકડાયું હતું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 31, 2021 | 5:00 PM

કાર ચોરીની સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યાં છે.બિલ્ડર વસંત રામાણીએ કાર ચોરી અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

RAJKOT : રાજકોટમાં મોંઘીદાટ કારની પળભરમાં ઉઠાંતરી થઇ.પંચવટ્ટી નજીકના નક્ષત્ર બિલ્ડિંગમાંથી બિલ્ડરની મોંઘીદાટ ફોર્ચ્યુનર કારની ઉઠાંતરીની ઘટના સામે આવી છે.સિક્યુરિટી ગાર્ડની ઓફિસમાંથી ચાવી લઇ કાર ચોરાયાની શંકા વ્યક્ત કરવામાં આવી છે.કાર ચોરીની સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યાં છે.બિલ્ડર વસંત રામાણીએ કાર ચોરી અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે.હાલ પોલીસે સીસીટીવી અને ફરિયાદને આધારે તપાસ શરૂ કરી છે.

ઉલ્લેખનીય છે કે રાજકોટમાં આ પેહલા પણ હાઈફાઈ કાર ચોરીનું મોટું રેકેટ પકડાયું હતું. ગુજરાત સહિત દેશના અલગ અલગ રાજ્યોમાં સ્કોર્પિયો (Scorpio)કારની ચોરી કરવાની ટેવ ધરાવતી ગેંગની રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે ગત ઓગષ્ટ મહિનામાં ધરપકડ કરી હતી. રાજકોટ પોલીસને બાતમી મળી હતી કે ચોરી કરનારી એક ગેંગ રાજકોટ તરફ આવી રહી છે, જેના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને આ શખ્સો બે સ્વીફ્ટ કારમાં પસાર થતાં પોલીસે આ ગેંગના ચાર શખ્સોને પકડી પાડ્યા હતા.

પોલીસે આ શખ્સો પાસેથી બે કાર સહિત મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ કુલ 8 શખ્સોની ગેંગ અલગ અલગ રાજ્યોમાં સ્કોર્પિયો કારની ચોરી કરતી હતી. અત્યાર સુધીમાં તેઓએ વડોદરા, રાજકોટ, કચ્છ, પેટલાદ, સુરેન્દ્રનગર, હરિયાણા અને રાજસ્થાનના અલગ અલગ વિસ્તારોમાંથી 18 જેટલી સ્કોર્પિયો કાર ચોરી કરવાની કબૂલાત કરી હતી.

આ પણ વાંચો : જેલમાંથી મુક્ત થયેલા AAP નેતાઓ આક્રમક મૂડમાં, જાણો શું કહ્યું ઇસુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયાએ

આ પણ વાંચો : TAPI: તાપી નદીના કિનારે યોજાયો લેઝર શો, લાઇટોથી ઝગમગી ઉઠ્યો તાપીનો કિનારો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">