અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર ચાલુ કારમાં આગ, શોર્ટ સર્કિટ થતા ભડકે બળી
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર પૂરપાટ દોડતી કાર એકાએક જ આગમાં લપેટાઈ જવા પામી હતી. કાર આગમાં લપેટાઈ જતા સંપૂર્ણ રીતે સળગી જવા પામી હતી. જોકે રાહતની વાત એ હતી કે, કારમાંથી આગની જવાળાઓ નિકળવાનું લાગતા જ કારના ચાલક અને મુસાફર સમયસૂચકતા વાપરી નીચે ઉતરી જવા પામ્યા હતા.
પૂરપાટ ઝડપે દોડતી કાર એકાએક જ ભડકે બળવા લાગતા અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર પસાર થતા વાહનોના મુસાફરો આ દ્રશ્ય જોઈને ચિંતામાં મુકાઈ ગયા હતા. ઘટના અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવેની છે. જ્યાં એક કાર અચાનક જ ભડકે બળવા લાગી હતી.
આ પણ વાંચો: લક્ષદ્વીપનો પતંગ સૌથી ઉંચે ચગશે, પ્રફુલ પટેલે કહ્યુ-PM મોદીના એક પ્રવાસથી જ ઉંચાઈ આંબી, જુઓ
જોકે કારના ચાલક અને મુસાફરે સમયસૂચકતા વાપરીને ધૂમાડા અને આગની જ્વાળાઓ જોઈ તુરત કારને રોકીને બહાર ઉતરી ગયા હતા. જેને લઈ બંને લોકોનો બચાવ થયો હતો. નડીયાદ ફાયર બ્રિગેડને આ અંગેની જાણ કરવામાં આવતા ફાયર ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. આગ લાગવાનું પ્રાથમિક અનુમાન કારમાં શોટસર્કિટ માનવામાં આવી રહ્યુ છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Jan 15, 2024 08:11 PM
